મહારાષ્ટ્ર સરકારે 29 જૂન રવિવારે થ્રી-લેંગ્વેજ પોલિસી સાથે જોડાયેલા પોતાના સરકારી આદેશને પરત ખેંચી લીધો છે. હિન્દીને ત્રીજી ભાષા તરીકે 'લાદવાના' આરોપો સામે વધી રહેલા વિરોધને પગલે સરકારે આ પગલું લીધું છે. તેની સાથે જ સરકારે આ નીતિની સમીક્ષા માટે એક નવી સમિતિની બનાવવાની જાહેરાત પણ કરી છે.


સમિતિનો રિપોર્ટ આવ્યા બાદ જ નીતિ લાગુ કરવામાં આવશે

મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે આ નિર્ણય રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવામાં આવ્યો છે. તેમને કહ્યું કે થ્રી-લેંગ્વેજ પોલિસી અને તેના અમલની રીતોને લઈ ડો.નરેન્દ્ર જાધવની અધ્યક્ષતામાં એક સમિતિ બનાવવામાં આવશે. આ સમિતિનો રિપોર્ટ આવ્યા બાદ જ નીતિ લાગુ કરવામાં આવશે. CMએ સ્પષ્ટ કર્યુ કે જ્યાં સુધઈ સમિતિની ભલામણ ના આવે ત્યા સુધી થ્રી-લેંગ્વેજ પોલિસી સંબંધિત બંને GR રદ કરવામાં આવી રહ્યા છે. તેમને કહ્યું કે અમારા માટે મરાઠી ભાષા જ કેન્દ્રબિંદુ છે.

સરકારી આદેશમાં શું કહેવામાં આવ્યું હતું?

રાજ્ય સરકારે આદેશ જાહેર કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે મરાઠી અને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં 1થી 5 ધોરણ સુધી હિન્દીને ત્રીજી ભાષા તરીકે ભણાવવામાં આવશે. આ નિર્ણય રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 હેઠળ પ્રાથમિક સ્તર પર તબક્કાવાર અમલમાં આવ્યો હતો. જો કે આદેશમાં એ પણ ઉલ્લેખ હતો કે જો કોઈ ધોરણમાં ઓછામાં ઓછા 20 વિદ્યાર્થીઓ હિન્દીની જગ્યાએ કોઈ અન્ય ભારતીય ભાષા પસંદ કરે છે તો શાળાને તે ભાષાના શિક્ષકની વ્યવસ્થા કરવી પડશે. 

  • Follow us on: