મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. ઉદ્વવ ઠાકરેના નેતૃત્વ ધરાવતી શિવસેનાને નાસિક મોટો ફટકો પડ્યો છે. પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી બબનરાવ ઘોલપે બીજેપીનો હાથ પકડ્યો છે. નાસિક સ્થિત ભાજપના પ્રદેશ કાર્યાલયમાં એક વિશેષ સમારોહમાં ઘોલપે બીજેપીનું સભ્ય પદ મેળવ્યું. આ અવસર પર બીજેપી પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે અને મંત્રી રવિન્દ્ર ચૌહાણ અને કેબિનેટ મંત્રી ગિરિશ મહાજન હાજર રહ્યા.


મહત્વનું છે કે શિવસેવા યુબીટીના અન્ય મોટા નેતા સુધાકર બડગુજર પણ ભાજપમાં જોડાયા. તેઓને થોડા સમય પહેલા જ પાર્ટીમાંથી કાઢી મૂકાયા હતા. આજે તેઓ ભાજપમાં જોડાયા છે.

કોણ છે સુધાકર બડગુજર ? 

મહત્વનું છે કે સુધાકર બડગુજર સંજય રાઉતના વિશ્વાસુ માનવામાં આવતા હતા. 2007માં તેમણે રાજકીય કરિયર શરૂ કરી હતી તેઓ તેઓ નાશિક મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અપક્ષ કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા. તે સમયે બડગુજરે શિવસેનાને ટેકો આપ્યો હતો.ત્યારબાદ તેઓ 2008માં શિવસેનામાં જોડાયા હતા. તેઓ 2009 થી 2012 સુધી નાસિક મ્યુનિસિપલ કોર્પોરેશનના નેતા હતા. તેઓ 2012 થી 2015 સુધી બડગુજર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષી નેતા પણ હતા.

બડગુજર 2014 અને 2019 ની વિધાનસભા ચૂંટણીમાં નાસિક પશ્ચિમ વિધાનસભા મતવિસ્તારમાંથી હારી ગયા હતા. ત્યારબાદ તેમને ઉપનેતા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. બડગુજર અનેક ગુનાહિત કેસોમાં પણ આરોપી છે. હવે તેઓ ભાજપમાં જોડાયા છે.

ભાજપનું મજબૂતીકરણ, યુબીટી માટે મોટો ફટકો

આગામી સ્થાનિક અને વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ માટે આ ઘટનાક્રમને મોટી સફળતા માનવામાં આવી રહી છે જ્યારે ઉદ્ધવ ઠાકરે જૂથ માટે રાજકીય રીતે નુકસાનકારક સાબિત થઈ શકે છે. શિવસેના (UBT) ની નાસિક અને ઉત્તર મહારાષ્ટ્રમાં પકડ નબળી થઇરહી હોવાની આશંકા જણાઇ રહીછે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આનાથી માત્ર નાસિક મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જ નહીં પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં પણ ભાજપ મજબૂત થઈ શકે છે. શિવસેના (UBT) માટે આ આત્મ ચિંતનનો સમય છે.


  • Follow us on: