મહારાષ્ટ્રના ઘણા જીલ્લાઓમાં દોધમાર વરસાદ વરસી રહ્યો છે. મુંબઈમાં કાળા વાદલ છવાયા છે અને વરસાદનું એલર્ટ જાહેર કરાયુ છે. સમુદ્રમાં હાઈ ટાઈડનું એલર્ટ છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર મુંબઈમાંં મંગળવારે ધીમો ધીમો વરસાદ વરસશે. આ સાથે પાલઘર, ઠાણે અને અન્ય જીલ્લાઓમાં વરસાદની આગાહી છે.
ઠાણેમાં ધોધમાર વરસાદ
મહારાષ્ટ્રના ઠાણેમાં છેલ્લા 24 કલાકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ દરમિયાન અધિકારીઓને વૃક્ષો અને દિવાલો પડવાની ફરિયાદો મળી હતી. જો કે કોઈ વ્યક્તિના ઘાયલ થવાની માહિતી હજી સુધી મળી નથી.
નવી મુંબઈમાં વરસાદને કારણે દિવાલ પડી
સોમવારે સાંજે ભારે વરસાદને કારણે નવી મુંબઈના વાશીમાં એક વાણિજ્યિક વિભાગની દિવાલ પડવાથી સાત વાહનોને નુકસાન પહોંચ્યું હતું. તડવીએ જણાવ્યું હતું કે બાજુનો એક રસ્તો ઘસાઈ ગયો હતો જેના કારણે એક ટેમ્પો અને કેટલાક બે પૈડાવાળા વાહનો સહિત છ વાહનો દબાઈ ગયા.
24 કલાકમાં કેટલો વરસાદ વરસ્યો?
અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટનામાં કોઈ ઘાયલ થયુ નથી. તેમણે જણાવ્યું હતું કે મંગળવારે સાંજે આઠ વાગ્યે પુરી થયેલી 24 કલાકની અવધિ દરમિયાન શહેરમાં 114.31 મિમિ વરસાદ વરસ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે આ ચોમાસામાં અત્યાર સુધીમાં શહેરમાં કુલ 534,31 મિમી વરસાદ વરસ્યો હતો. જો કે ગયા વર્ષે આ સમયે જ 146.45 મિમી વરસાદ થયો હતો.