દેશના વિવિધ રાજ્યોમાં વાતાવરણ અલગ અલગ જોવા મળી રહ્યું છે. ક્યાંક હજી બફારો અને ઉકળાટ છે તો ક્યાંક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. શહેરીજનો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. લોકો વરસાદની કાગડોળે રાહ જોઇને બેઠા છે. ત્યારે વરસાદ આવશે ક્યારે તેની રાહ જોવાઇ રહી છે. ત્યારે આવો જાણીએ દેશના વિવિધ રાજ્યોમાં વરસાદને લઇને શું આગાહી છે અને આવનારા દિવસોમાં કેવુ રહશે વાતાવરણ. 


દિલ્હીમાં રેડ એલર્ટ 

દિલ્હીની વાત કરીએ તો ત્યાં ભયંકર ગરમી છે. હવામાન વિભાગે ગરમીને લઇને હીટવેવનું રેડ એલર્ટ આપ્યું છે. યુપીમાં પણ લૂનો કહેર જોવા મળ્યો છે. રાજસ્થાનમાં પણ વરસાદની સંભાવના જણાઇ રહી છે. 

મહારાષ્ટ્રમાં વરસાદને લઇને એલર્ટ 

મહારાષ્ટ્રમાં આજે ભારે પવન સાથે વરસાદ થવાના અણસાર છે. મુંબઇ સહિત અનેક શહેરોમાં યલો એલર્ટ અપાયુ છે. હવામાન વિભાગે 12 જૂનથી 17 જૂન સુધી રાજ્યમાં ભારે પવન સાથે સારો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. મુંબઇ, થાણે, પાલઘર અને નવી મુંબઇમાં યલો એલર્ટ અપાયુ છે. જ્યારે કોલ્હાપુર, સોલાપુર, સતારા અને સાંગલી માટે એલર્ટ અપાયુ છે.

mpમાં કેવુ રહેશે વાતાવરણ ? 

મધ્યપ્રદેશની વાત કરીએ તો હાલ ત્યાં તાપમાન 40 ડિગ્રીને ઉપર છે. જો કે રાત્રે ગરમીથી રાહત મળી હતી. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે પવન ફૂંકાઇ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. જો કે હાલ તો ગરમીથી કોઇ રાહત નહી મળે.

કર્ણાટકમાં ધોધમાર વરસાદ

કર્ણાટકમાં મેઘો ધોધમાર વરસી રહ્યો છે. ધારવાડના વિવિધ ભાગોમાં વરસાદી પાણી ભરાયા છે, ઘૂંટણ સમા પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે.

 


  • Follow us on: