મુંબઇમાં આજે એક ખરાબ ઘટના બની. મુંબઇની લાઇફલાઇન સમા લોકલ ટ્રેનમાં ભારે ભીડને લીધે 8 લોકોના મોત થયા છે. સોમવારે મુંબ્રા રેલવે સ્ટેશન પર આ ઘટના બની હતી. ભારે ભીડને લીધે લોકો દરવાજા પર લટકતા હતા જે દરમિયાન ટ્રેક પર પડી જવાથી 8 લોકોના મોત થયા છે. આ ઘટના બાદ મુંબઇ રેલવે બોર્ડ દ્વારા મોટો નિર્ણય લેવાયો છે.


રેલવે બોર્ડે લીધો મહત્વનો નિર્ણય 

રેલવે બોર્ડે યાત્રીઓની સુરક્ષાને ધ્યાને રાખીને મોટો નિર્ણય લીધો છે. મુંબઇની લોકલ ટ્રેનોમાં સુરક્ષા અને સુવિધા વધારવાનો એક નિર્ણય લેવાયો છે. રેલવે બોર્ડે નિર્દેશ જાહેર કર્યો છે કે મુંબઇમાં લોકલ માટે જે પણ નવી ટ્રેનો બનશે તેમાં ઓટોમેટિક ક્લોઝર ડોર લગાવવામાં આવસે. જેનાથી યાત્રીઓની સુરક્ષા સુનિશ્ચિત થઇ શકે. એટલુ જ નહી, હાલમાં પણ જે ટ્રેન ચાલી રહી છે તેમાં ઓટોમેટિક ક્લોઝર ડોર સિસ્ટમ લગાવાશે. જે માટે ટ્રેનોને ફરીથી ડિઝાઇન કરાશે.

કેવી રીતે બની હતી ઘટના

આ ઘટના દીવા અને મુંબ્રા સ્ટેશન વચ્ચે થઇ. શરૂઆતની માહિતી મુજબ 10થી 12 યાત્રીઓ પડી ગયા. મળતી માહિતી મુજબ ટ્રેનની કેપેસિટી કરતા વધારે ભીડ હોવાથી આ બનાવ બન્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. કહેવામાં આવી રહ્યુ છે કે ભીડ એટલી હતી કે મુસાફરો દરવાજા પર લટકીને સફર કરી રહ્યા હતા. આ દરમિયાન આ ઘટના બની.

CSMT તરફ જઇ રહી હતી ટ્રેન

મહત્વનું છે કે મુંબઇની લોકલ ટ્રેનમાં જબરદસ્ત ભીડ હોય છે. એક ધક્કો વાગે એટલે તમે ક્યાંના ક્યાં પહોંચી જાઓ. ત્યારે આ ઘટનાનું કારણ પણ ભીડ હોવાનું માનવામાં આવી રહ્યું છે. મુંબ્રા સ્ટેશન પર સામાન્ય રીતે મુસાફરોની ભીડ વધારે હોય છે. ટ્રેનમાં યાત્રીઓ જ્યારે ચઢ્યા ત્યારે ટ્રેક પર પડી જવાથી આ ઘટના બની.. સેન્ટ્રલ રેલવેએ આ ઘટના પર જાણકારી આપતા કહ્યું કે થાણેની મુંબ્રા રેલવે સ્ટેશન પર CSMT તરફ જઇ રહેલા કેટલાક યાત્રીઓ ટ્રેનમાંથી પડી ગયા.


  • Follow us on: