મહારાષ્ટ્રના થાણેમાં મોટી દુર્ઘટના થઇ હોવાનું સામે આવ્યું છે. સોમવારે પુષ્પક ટ્રેનમાંથી 10-12 યાત્રીઓ રેલવે ટ્રેક પર પડી ગયા. જેમાંથી 8 ના મોત થયા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાનું કારણ ટ્રેનમાં ભયંકર ભીડ હોવાનું સામે આવ્યું છે. રેલવે અધિકારી અને પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા છે. ઇજાગ્રસ્તોને ઇલાજ માટે હોસ્પિટલમાં ભરતી કરાયા છે. 


પોલીસ પહોંચી ઘટના સ્થળે 

આ ઘટના દીવા અને મુંબ્રા સ્ટેશન વચ્ચે થઇ. શરૂઆતની માહિતી મુજબ 10થી 12 યાત્રીઓ પડી ગયા. મળતી માહિતી મુજબ ટ્રેનની કેપેસિટી કરતા વધારે ભીડ હોવાથી આ બનાવ બન્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. કહેવામાં આવી રહ્યુ છે કે ભીડ એટલી હતી કે મુસાફરો દરવાજા પર લટકીને સફર કરી રહ્યા હતા. આ દરમિયાન આ ઘટના બની.

 CSMT તરફ જઇ રહી હતી ટ્રેન 

મહત્વનું છે કે મુંબઇની લોકલ ટ્રેનમાં જબરદસ્ત ભીડ હોય છે. એક ધક્કો વાગે એટલે તમે ક્યાંના ક્યાં પહોંચી જાઓ. ત્યારે આ ઘટનાનું કારણ પણ ભીડ હોવાનું માનવામાં આવી રહ્યું છે. મુંબ્રા સ્ટેશન પર સામાન્ય રીતે મુસાફરોની ભીડ વધારે હોય છે. ટ્રેનમાં યાત્રીઓ જ્યારે ચઢ્યા ત્યારે ટ્રેક પર પડી જવાથી આ ઘટના બની.. સેન્ટ્રલ રેલવેએ આ ઘટના પર જાણકારી આપતા કહ્યું કે થાણેની મુંબ્રા રેલવે સ્ટેશન પર CSMT તરફ જઇ રહેલા કેટલાક યાત્રીઓ ટ્રેનમાંથી પડી ગયા. 



  • Follow us on: