પશ્ચિમ બંગાળ બાદ મહારાષ્ટ્રમાં બળવો શરૂ થયો છે. એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે આ લડાઇ જામી છે. છેલ્લા ઘણા સમયથી એવી ચર્ચાઓએ જોર પકડ્યુ છે કે શિવસેના ઉદ્ધવ ઠાકરે (યુબીટી)માંથી 6 સાંસદોએ એકનાદ શિંદેની શિવસેનામાં જોડાયા.
શિવસેના (યુબીટી)એ ગેરહાજર સાંસદોને ફટકારી કોઝ નોટિસ
આ રાજકીય પક્ષનો અંદરનો કકળાટ તો ત્યારે સામે આવ્યો જ્યારે શિવસેના યુબીટીએ બેઠક યોજી હતી. જેમાં સાંસદોને હાજર રહેવા માટે વ્હિપ જાહેર કર્યુ હતુ તેમ છતાં માત્ર 3 જ સાંસદો હાજર રહ્યા હતા. આ મામલે હવે શિવસેના યુબીટીએ ગેરહાજર રહેલા સાંસદોને શો કોઝ નોટિસ ફટકારી છે. લોકસભામાં પાર્ટીના મુખ્ય દંડક અનિલ દેસાઈએ ગેરહાજર સાંસદોને ઔપચારિક 'કારણ બતાવો નોટિસ' પાઠવી છે. આ સાંસદોને તેમના વર્તન માટે લેખિત સ્પષ્ટતા આપવા માટે 24 કલાકની કડક સમયમર્યાદા આપવામાં આવી છે.
નોટિસમાં શું કહેવામાં આવ્યું ?
નોટિસમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે જો નિર્ધારિત સમયમર્યાદામાં જવાબ નહીં મળે તો એવું માનવામાં આવશે કે સાંસદોએ તેમની પાર્ટી સભ્યપદ છોડી દીધું છે. પરિણામે, બંધારણની દસમી અનુસૂચિ - પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.
નોટિસમાં જણાવાયું છે કે પાર્ટી વ્હિપ મળ્યા છતાં, મંગળવારે (18 જૂન) યોજાયેલી લોકસભા સાંસદોની બેઠકમાં હાજર રહેવામાં તમારી નિષ્ફળતા બદલ આ કારણદર્શક નોટિસ જાહેર કરવામાં આવી રહી છે. પાર્ટી વ્હિપ 16 જૂને જાહેર કરાયુ હતું. જેમાં બેઠક વિશે વિગતો આપવામાં આવી હતી. આ માહિતી ઇમેઇલ, વોટ્સએપ અને તમારા દિલ્હી નિવાસસ્થા એમ દરેકને મોકલવામાં આવી હતી. જો કે તમે બેઠકમાં હાજરી આપી ન હતી, કે તમે તમારી ગેરહાજરીનું કારણ પણ આપ્યું ન હતું. પાર્ટીએ આ બાબતને ખૂબ ગંભીરતાથી લીધી છે તે પાર્ટી વ્હિપનું ઉલ્લંઘન છે. તેથી આ કારણદર્શક નોટિસ પાઠવી છે.
જવાબ માટે 24 કલાકનો અપાયો સમય
અનિલ દેસાઈએ જણાવ્યું હતું કે તેઓ પાર્ટીના મુખ્ય સચિવ તરીકે આ 'કારણદર્શક' નોટિસ આપી રહ્યા છે. તેમણે કહ્યું કે સાંસદોને પત્ર મળ્યાના ચોવીસ કલાકની અંદર આ પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ અંગે સ્પષ્ટતા આપવાનો નિર્દેશ આપવામાં આવી રહ્યો છે. તેમણે ઉમેર્યું કે નોટિસ મળ્યાના ચોવીસ કલાકની અંદર પક્ષ વિરોધી આચરણ અંગે સ્પષ્ટતા રજૂ કરવી આવશ્યક છે. જો આ સમયમર્યાદામાં સંતોષકારક જવાબ કે સ્પષ્ટતા પ્રાપ્ત ન થાય તો એવું માનવામાં આવશે કે તમે સ્વેચ્છાએ શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) પક્ષનું સભ્યપદ છોડી દીધું છે. કૃપા કરીને નોંધ લો કે ભારતના બંધારણની દસમી અનુસૂચિ હેઠળ તમારા કાર્યોના પરિણામો માટે તમે જવાબદાર રહેશો.
કયા સાંસદોએ અલગ થયા ?
શિવસેના (UBT) ના સાંસદો જેમણે સ્પીકરને પત્ર લખ્યો હતો. તેમાં સંજય જાધવ, સંજય દેશમુખ, નાગેશ પાટિલ અશ્તિકર, ઓમરાજે નિમ્બાલકર, ભાઉસાહેબ વાકચૌરે અને સંજય દિના પાટિલનો સમાવેશ થાય છે. શિવસેના (UBT) ની ટિકિટ પર ચૂંટાયેલા નવ સાંસદોમાંથી છ સાંસદો દૂર થઈ ગયા છે, પરંતુ ત્રણ સાંસદો હજુ પણ ઉદ્ધવ ઠાકરે સાથે ઉભા છે.
UBT શિવસેનાના વર્તમાન સાંસદોની યાદી:
- અરવિંદ સાવંત – મુંબઈ દક્ષિણ
- સંજય દેશમુખ (સંજય ઉત્તમરાવ દેશમુખ) – યવતમાલ-વાશિમ
- નાગેશ બાપુરાવ પાટીલ અષ્ટિકર – હિંગોલી
- સંજય હરિભાઈ જાધવ (બંદુ જાધવ)- પરભણી
- રાજાભાઈ વાજે – નાસિક
- સંજય દિના પાટીલ – મુંબઈ નોર્થ ઈસ્ટ
- ભાઈસાહેબ રાજારામ વાકચૌરે – શિરડી
- અનિલ યશવંત દેસાઈ – મુંબઈ સાઉથ સેન્ટ્રલ
- ઓમપ્રકાશ ભૂપાલસિંહ રાજેનીમ્બાલકર (પવન રાજેનીમ્બાલકર) – ઉસ્માનાબાદ (ધારાશિવ)
જો કે, આમાંથી કોઈપણ દાવા અથવા સંભવિત રાજકીય વિકાસની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી કરવામાં આવી નથી. તેમ છતાં, મહારાષ્ટ્રના રાજકારણમાં મોટા પાયે ફેરફારની ચર્ચાએ ફરી એકવાર રાજ્યના રાજકીય વર્તુળોમાં હલચલ મચાવી દીધી છે.
આ પણ વાંચો-પાણીપુરીમાં બટાકા ચણા જ કેમ ભરવામાં આવે છે?