મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી ગરમાવો આવ્યો છે. એકનાથ શિંદે અને ઉદ્ધવ જૂથ ફરી એકવાર સામ સામે આવી ગયા છે. કારણ કે ઉદ્ધવ જૂથના 9માંથી 6 સાંસદોએ અલગ પોતાનું જૂથ બનાવવાનો નિર્ણય લીધો છે. આ છ સાંસદોએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખીને વિનંતી કરી છે કે તેમને એક અલગ જૂથ તરીકે માન્યતા આપવામાં આવે.
કયા સાંસદોએ અલગ જૂથ બનાવવાનો નિર્ણય લીધો
શિવસેના (UBT) ના સાંસદો જેમણે સ્પીકરને પત્ર લખ્યો છે તેમાં સંજય જાધવ, સંજય દેશમુખ, નાગેશ પાટિલ અશ્તિકર, ઓમરાજે નિમ્બાલકર, ભાઉસાહેબ વાકચૌરે અને સંજય દિના પાટિલનો સમાવેશ થાય છે. શિવસેના (UBT) ની ટિકિટ પર ચૂંટાયેલા નવ સાંસદોમાંથી છ સાંસદો દૂર થઈ ગયા છે, પરંતુ ત્રણ સાંસદો હજુ પણ ઉદ્ધવ ઠાકરે સાથે ઉભા છે.
ઉદ્ધવના સાંસદો એકનાથ શિંદેમાં જોડાયા
મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે માટે મોટો રાજકીય ઉથલપાથલ સર્જાઈ છે. શિવસેના (UBT) ના નવ સાંસદોમાંથી 6એ બુધવારે સવારે 9:30 વાગ્યે સ્પીકરને પત્ર સુપરત કર્યો હતો. જેમાં એકનાથ શિંદેની પાર્ટીમાં વિલયની માંગ કરવામાં આવી હતી. આ છ સાંસદોએ એક અલગ જૂથ બનાવ્યું અને તેને શિવસેનામાં ભેળવી દીધું.
ઉદ્ધવની પાર્ટીના છ બળવાખોર સાંસદો બુધવારે સવારે નાંદેડ, પુણે અને મુંબઈથી ખાનગી જેટ દ્વારા દિલ્હી પહોંચ્યા હતા. તેમની સાથે એકનાથ શિંદેની શિવસેનાના એક વરિષ્ઠ નેતા પણ હતાય તેઓ એકસાથે સ્પીકરને મળ્યા અને તેમના સમર્થનનો પત્ર સુપરત કર્યો.
ઉદ્ધવની પાર્ટીમાં વિભાજન !
યુબીટી જૂથમાં બળવાની અટકળો વચ્ચે દિલ્હીમાં સંજય રાઉતના નિવાસસ્થાને એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં અરવિંદ સાવંત, મુખ્ય દંડક અનિલ દેસાઈ અને નાસિકના સાંસદ રાજાભાઉ હાજર રહ્યા હતા. શિવસેના (યુબીટી)ના નવ લોકસભા સાંસદોમાંથી માત્ર ત્રણ જ હાજર હતા બાકીના છ ગેરહાજર હતા. આ સ્પષ્ટપણે ઉદ્ધવની પાર્ટીમાં વિભાજનનો ભય દર્શાવે છે. અગાઉ એવું કહેવામાં આવ્યું હતું કે તમામ નવ સાંસદો પાર્ટીની ટિકિટ પર ચૂંટાયા હતા. ઉદ્ધવ ઠાકરેએ તેમની જીત સુનિશ્ચિત કરવા માટે અથાક મહેનત કરી હતી. અમે તેમને શક્ય તેટલા સંસાધનો પૂરા પાડ્યા હતા.
તેમણે કહ્યું કે અમારા સાંસદ શિવસેનાના ચિન્હ મશાલ પર ચૂંટાયા છે. જેના નેતા ઉદ્ધવ ઠાકરે છે. તેઓ પીએમ મોદીના નામ પર નથી જીત્યા. એવામાં કોઇ પક્ષ બદલે છે તો અમે તેને છોડીશું નહીં. જેને જવુ હોય તો તે રાજીનામુ આપીને જઇ શકે છે. આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ઉદ્ધવની પાર્ટીમાં વિભાજનનો હજી ખતરો તોળાઇ રહ્યો છે.
આ પણ વાંચો-પાણીપુરીમાં બટાકા ચણા જ કેમ ભરવામાં આવે છે?