મહારાષ્ટ્રમાં હાલ હિંદી અને મરાઠી ભાષાને લઇને વિવાદ ચાલી રહ્યો છે. મરાઠી ન બોલવાને લઇને મારામારી કરવામાં આવી રહી છે. મનસે પ્રમુખે ધમકી આપી કે હિંદી અનિવાર્ય કરાશે તો સ્કૂસો બંધ કરાવી દેશે. તેમણે બીજેપી સાંસદ નિશિકાંત દુબે પર પણ નિશાન સાધ્યુ છે. જેને લઇને મહારાષ્ટ્ર સરકારના મંત્રી નિતેશ રાણેનું એક નિવેદન સામે આવ્યું છે.
મદરેસામાં જઇને બંધ કરાવોને- નિતેશ રાણે
નિતેશ રાણેએ કહ્યું કે તમારે સ્કૂલો બંધ કરવી છે, તો પહેલા મદરેસાને બંધ કરીને બતાવો. ત્યા આતંકવાદ ભણાવવામાં આવે છે. તલવારો મળે છે. ત્યાં જઇને જુઓ, કોણ મરાઠી ભણે છે. તેમણે એમ પણ કહ્યું કે તમે મારપીટ કરવા માગો છો તો મીરા રોડના નવા નગરમાં જઇને કરો. ત્યાં સભા કરો કે મરાઠી અનિવાર્ય કેમ નહી. ત્યાં તો શરિયા કાનૂન ચાલે છે. જો ઉદ્ધવ જીતે તો શું મુંબઇના મેયર અબ્દુલ કે શેખ બનશે તો શું મુંબઇમાં હિંદુઓ સુરક્ષિત રહેશે ખરા ? જિહાદી દેશને ઇસ્લામિક રાષ્ટ્ર બનાવવા માગે છે. મહત્વનું છે કે નિશિકાંત દુબેને લઇને રાજઠાકરેએ આપેલા નિવેદનને લઇને પણ નિતેશ રાણાએ નિશાન સાધ્યું હતું.
હિંદુઓ પર હાથ ઉપાડનાર સામે કાર્યવાહી કરાશે
નિતેશ રાણેએ કહ્યું કે નિશિકાંત દુબેના નિવેદનનું કોઈ સમર્થન કરતું નથી. મંત્રી આશિષ શેલાર ગૃહમાં આ વાત કહી ચૂક્યા છે. સરકાર જોશે કે જનપ્રતિનિધિને ધમકી આપવાના કિસ્સામાં શું કાર્યવાહી કરવી. હિન્દુઓએ એક સાથે આવવું પડશે નહીંતર તેઓ દેશને ઇસ્લામિક રાષ્ટ્ર બનાવશે. જો લોકો ઉદ્ધવ ઠાકરે જેવી વિચારસરણી ધરાવતા હોય તો તેમના સાંસદો જીત્યા પછી ઇસ્લામિક ઝંડા ફરકાવે છે. મરાઠી લોકોને પણ એ પસંદ નથી કે હિન્દુઓની હત્યા થઈ રહી છે. શું ઉદ્ધવ ઠાકરે 'બટેંગે તો કટેંગે'ના બ્રાન્ડ એમ્બેસેડર છે ? જો કોઈ ઘટના બને અને કોઈ હિન્દુઓ પર હાથ ઉપાડે તો કાર્યવાહી કરવામાં આવશે. કોઈ કોઈને ધમકી આપી શકે નહીં, સરકાર નિર્ણય લેશે.