દિલ્હી એરપોર્ટ પર 15 જાન્યુઆરીને ગુરુવારે એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે. એર ઈન્ડિયાના વિમાનના એન્જિનમાં એક સામાન ભરેલું કન્ટેનર ફસાઈ ગયું, જેના કારણે વિમાનનું એન્જિન ખરાબ થઈ ગયું. એર ઈન્ડિયા A350 વિમાનના એન્જિન સાથે કન્ટેનર અથડાયાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જોકે, એર ઈન્ડિયાએ હજુ સુધી આ ઘટના અંગે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી.
બધા મુસાફરો સુરક્ષિત
એર ઈન્ડિયા A350 ફ્લાઈટે ન્યૂયોર્ક જતી વખતે ઉડાન ભરી હતી, પરંતુ ઈરાની હવાઈ ક્ષેત્ર બંધ હોવાથી તેને અધવચ્ચે જ દિલ્હી પરત ફરવું પડ્યું હતું. દિલ્હીમાં ઉતરાણ કર્યા પછી ગાઢ ધુમ્મસમાં વિમાન રનવે પર આગળ વધી રહ્યું હતું, ત્યારે એક ગ્રાઉન્ડ કન્ટેનર તેના જમણા એન્જિન સાથે અથડાયું. જોકે, વિમાન સુરક્ષિત રીતે ઉતર્યું અને બધા મુસાફરો સુરક્ષિત છે. વિમાનને તપાસ માટે ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યું છે.













