મહારાષ્ટ્રના પૂણે જિલ્લાના ખેડ તાલુકાના કુંડેશ્વરમાં એક મોટો માર્ગ અકસ્માત સર્જાયો છે. જેમાં 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા છે. જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત એટલો ભયંકર હતો કે આસપાસમાં રહેલા લોકો પણ બુમાબુમ કરવા લાગ્યા અને કેટલાક વાહનને નુકસાન પણ પહોંચ્યું છે.


કન્ટેનર રોડ પાસે આવેલી દુકાનમાં ઘુસી ગયું

મળી રહેલી માહિતી મુજબ અકસ્માત શિક્રાપુર-ચાકન રોડ પર કરાંદી ગામની સરહદમાં થયો છે. ફૂલ સ્પીડ પર આવી રહેલા કન્ટેનર ચાલકે કાબૂ ગુમાવતા 7થી 8 વાહનોને અટફેટે લીધા અને ટક્કર એટલી ખતરનાક હતી કે ઘણા વાહનો રસ્તાઓ પર પલટી ગયા અને તેમા સવાર ઘણા લોકો ઘાયલ પણ થયા છે. ત્યારબાદ કન્ટેનર રોડની પાસે આવેલી એક દુકાનમાં ઘુસી ગયું અને દુકાનને પણ ભારે નુકસાન થયું છે.

ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા

આ અકસ્માત બાદ આસપાસના લોકોએ તરત જ રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી. અકસ્માતની જાણકારી મળતા જ પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ, ઘાયલ થયેલા લોકોને વધુ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં ઘણા લોકોની સ્થિતિ ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પોલીસે મૃતકોના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે અને કેસની તપાસ શરૂ કરી દીધી છે.

  • Follow us on: