ઝારખંડના દેવઘરમાં મોટો અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા 18 કાવડિયાઓના મોત થયા છે જ્યારે 20થી વધારે ઇજાગ્રસ્ત થયા છે. આ જાણકારી બીજેપી નિશિકાંત દુબે દ્વારા આપવામાં આવી છે. જ્યારે દુમકા ઝોનના આઈજી શૈલેન્દ્ર કુમાર સિંહા કહે છે મોહનપુરથી આવતી એક બસ કાવડીઓને લઈ જઈ રહી હતી. તે ગેસ સિલિન્ડર વહન કરતી ટ્રક સાથે અથડાઈ હતી. આ ઘટનામાં 5 કાવડીઓના મોત થયા છે. ઘાયલ થયેલા તમામ લોકોને વધુ સારી સારવાર માટે દેવઘર જિલ્લા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે..  



બસ અથડાઇ ટ્રક સાથે 

મળતી માહિતી મુજબ બાબા નગરી દેવઘર સ્થિત બાબા બૈધનાથ ધામમાં જલાભિષેક કર્યા બાદ કાવડિયાઓથી ભરેલી બસ દુમકા સ્થિત બાસુકીનાથ મંદિરમાં જલાભિષેક કરવા જઈ રહી હતી. . આ દરમિયાન  મોહનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના જામુનિયામાં કાવડિયાઓથી ભરેલી બસ એલપીજી સિલિન્ડર ભરેલા ટ્રક સાથે અથડાઈ, ટક્કર એટલી ગંભીર હતી કે પાંચ કાવડિયાઓના ઘટનાસ્થળે જ મોત થયા.

ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા 

આ અકસ્માતમાં એક ડઝનથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનાની જાણકારી બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ આપતા જણાવ્યુ કે મારા લોકસભા મતવિસ્તાર દેવઘરમાં શ્રાવણ મહિનામાં કાવડ યાત્રા દરમિયાન બસ અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં 18 શ્રદ્ધાળુઓના મોત થયા છે. બાબા વૈદ્યનાથજી તેમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે.

સદર એસડીઓ રવિ કુમારે જણાવ્યું હતું કે સવારે 4-5 વાગ્યાની વચ્ચે અમને માહિતી મળી હતી કે દેવઘરથી બાસુકીનાથ જઈ રહેલી ભક્તોને લઈ જતી 32 સીટવાળી બસ નિયંત્રણ બહાર ગઈ અને એક ટ્રક સાથે અથડાઈ, પછી સંતુલન ગુમાવ્યું અને ઈંટો સાથે અથડાઈ હતી. આ મામલે ઝારખંડ સીએમ હેમંત સોરેને પણ દુઃખ વ્યક્ત કર્યુ છે. તેમણે લખ્યુ કે બાબા બૈધનાથ દુર્ઘટનામાં મરનાર લોકોની આત્માને શાંતિ આપે અને તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. 


  • Follow us on: