વાહનોની ઓવર સ્પીડ એ રોડ અકસ્માતોનું મુખ્ય કારણ બને છે અને લોકો મોતને ભેટે છે, તેવી જ એક રોડ અકસ્માતની ઘટના સામે આવી છે. સાબરકાંઠાના ઇડરમાં રોડ અકસ્માતમાં બાઈક ચાલકનું ઓવર સ્પીડના કારણે સ્ટોરીંગ પરનો કાબૂ ગુમાવી દેતાં હવામાં ફંગોળાયો હતો અને ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. ઇડર વલાસણા હાઈવે રોડ પર આ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતની ઘટનાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે.


અકસ્માતના ઘટના સીસીટીવી કેમેરામાં કેદ

ઈડરના ઉમિયા પરિવાર નજીક બાઇક ચાલકને અકસ્માત નડ્યો હતો. ઓવર સ્પીડમાં હોવાના કારણે બાઈક ચાલક હવામાં ફંગોળાયો હતો. ઓવર સ્પીડના કારણે બાઈક ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા મોતને ભેટ્યો છે. પુરપાટ ઝડપની મજામાં બાઇક ચાલકનું મોત થયું છે. અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યાં હતા. આ ઘટના અંગેની જાણ 108 તથા પોલીસને કરવામાં આવતાં ઇમરજન્સી એમ્બ્યુલન્સ 108ની ટીમ સહિત પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ કરી આ અજાણ્યો યુવક કોણ અને ક્યાંનો છે તે અંગે કાર્યવાહી શરૂ કરાઈ છે. પરિવારને સંપર્ક કરાયા બાદ પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરવામાં આવશે.

સીસીટીવી દ્રશ્યોના આધારે તજવીજ હાથ ધરાશે

આ પહેલા પણ સાબરકાંઠામાં એક રોડ એક્સિડન્ટ થયો હતો. જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. સાબરકાંઠાના સહકારી જીન છાપરીયા રોડ પાસે આવેલા અનંતેશ્વર મહાદેવ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં સીસીટીવીમાં દર્શાવ્યા મુજબ રોડ ક્રોસ કરી રહેલા બાઈક ચાલક અને મહિલા એક સાથે ટકરાયા હતા. ભયાનક રીતે ટક્કર લાગવાથી બંને ટુ-વ્હીલર ચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેને તાત્કાલિક સ્થાનિકો દ્વારા હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. 

  • Follow us on: