અમૃતસરમાં શિખોનું પવિત્ર સ્થાન શ્રી હરમંદિર સાહિબ એટલે કે ગોલ્ડન ટેમ્પલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારો ઝડપાયો છે. પોલીસ કમિશનર ગુરુપ્રિત સિંહ ભુલ્લરે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આરોપીની ધરપકડ તમિલનાડુમાંથી કરવામાં આવી છે. તે સોમવારથી સતત ઇમેઇલ દ્વારા પાંચ વાર ટેમ્પલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો હતો.

Delhi Fire : હોટલ માલિક લવકેશ બજાજની પોલીસે કરી ધરપકડ, લુકઆઉટ નોટિસ થઈ હતી જાહેર












