મથુરામાં યમુના એક્સપ્રેસ વે પર માર્ગ અકસ્માતમાં 6 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે 10 લોકો ઇજાગ્રસ્ત થયા છે. મથુરામાં યમુના એક્સપ્રેસ વે પર એક કાર ટ્રકમાં ઘુસી ગઇ. જેમાં કારમાં સવાર 6 લોકોના મોત થયા છે જ્યારે


ખાનગી બસ પલટી ગઇ 

આ રીતે બીજો અકસ્માત માઇલસ્ટોન 131 પર થયો હતો. જેમાં એક ખાનગી બસ નિયંત્રણ બહાર જઈને પલટી ગઈ હતી. આ અકસ્માતમાં આઠ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ બંને અકસ્માતોએ ચારેબાજુ ગભરાટ ફેલાવી દીધો હતો.

ઇજાગ્રસ્તો સારવાર અર્થે ખસેડાયા 

ઘટનાની માહિતી મળતા જ જિલ્લા અધિકારી સીપી સિંહ અને એસએસપી શ્લોક કુમાર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે અને તપાસ શરૂ કરી છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

બે અકસ્માત બન્યા 

અકસ્માતો વિશે માહિતી આપતાં એસએસપી શ્લોક કુમારે જણાવ્યું હતું કે યમુના એક્સપ્રેસવે પર બે અકસ્માતો થયા હતા. પહેલો અકસ્માત યમુના એક્સપ્રેસવેના માઇલસ્ટોન 140 પર થયો હતો. જેમાં એક ઇકો ટ્રક સાથે અથડાઈ હતી. જેના કારણે કારમાં સવાર 6 લોકોના મોત થયા હતા. બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમણે કહ્યું હતું કે બીજી ઘટના માઇલસ્ટોન 131 પર બની હતી. એક ખાનગી બસ પલટી ગઈ હતી. આ અકસ્માતમાં આઠ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ખાનગી બસમાં સવાર લોકો મધ્યપ્રદેશના છે.

  • Follow us on: