હિમાચલમાં આ વખતે વરસાદે તબાહી મચાવી છે. વરસાદની સાથે પ્રદેશમાં કુદરતનો કહેર વર્તાયો છે. ભારે વરસાદ અને વાદળ ફાટવાથી અને લેન્ડ સ્લાઇડને કારણે ભારે વિનાશ સર્જાયો છે. હિમાચલ પ્રદેશમાં 20 જૂનથી ચોમાસુ આવી પહોંચ્યુ છે. જે બાદ ભારે વરસાદ, વાદળ ફાટવાની ઘટના અને લેન્ડ સ્લાઇડને કારણે રાજ્યને 400 કરોડ રૂપિયાથી વધુનુ નુકસાન થયું છે.
400 કરોડનું નુકસાન
વાદળ ફાટવાની ઘટનાથી લોકોના ઘરોનો પારાવાર નુકસાન થયુ છે. લગભગ 370 લોકોને રેસક્યુ કરવામાં આવ્યા છે. પીએમ સુક્ખુએ મંડી જિલ્લાના પ્રભાવિત ક્ષેત્રોનુ હવાઇ નિરીક્ષણ કર્યુ હતું જે બાદ વાયુસેના પાસે મદદ માગી હતી.
21 લોકોના મોત
હિમાચલમાં આવેલી આ કુદરતી આપદાને કારણે 21 લોકોના મોત થયા છે. જ્યારે 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે. જ્યારે 34 લોકો ગુમ થયા છે. આ રાજ્યમાં લગભગ 245 રસ્તા બ્લોક છે. લેન્ડ સ્લાઇડનેકારણે માર્ગ પરિવહન પર અસર પહોંચી છે. 918 વીજળી ટ્રાન્સફોર્મર અને 683 વોટર સપ્લાય સ્કીમને નુકસાન પહોંચ્યુ છે.
અચાનક પૂરની ચેતવણી
રાજ્યના ઘણા વિસ્તારોમાં NDRF-SDRF અને વહીવટી ટીમો રાહત અને બચાવ કાર્ય કરી રહી છે. આગામી 24 કલાક દરમિયાન શિમલા, કુલ્લુ, ચંબા, મંડી અને કાંગડા જિલ્લામાં અચાનક પૂરની શક્યતાને ધ્યાનમાં રાખીને ચેતવણી આપવામાં આવી છે. આજે અને કાલે રાજ્યમાં વરસાદને લઈને યલો ચેતવણી આપવામાં આવી છે. એટલું જ નહીં 8 જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદની પણ શક્યતા છે. આ સાથે હવામાન વિભાગે લોકોને સાવધાન રહેવાની અપીલ કરી છે.