બિહારના મોતીહારી જિલ્લાના યાત્રાળુઓની બસ યાત્રા પરથી પરત ફરી રહી હતી. અને તેનો અકસ્માત થયો હતો. આ અકસ્માત વર્ધમાનના સરસવા ઘાટ પાસે થયો હતો. જેમાં 11 યાત્રાળુઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે 20થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માતમાં જીવ ગુમાવનારા તમામ મુસાફરો મોતીહારી જિલ્લાના ચિરૈયા પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યુ છે.


યાત્રા પરથી પરત ફરતા થયો અકસ્માત

બસ શ્રદ્ધાળુઓ સાથે મોતીહારીના છટૌની પરત ફરી રહી હતી. મુસાફરોએ તાજેતરમાં દેવઘર અને ગંગાસાગરની યાત્રા પૂર્ણ કરી હતી. પરત ફરતી વખતે આ ભયાનક અકસ્માત થયો હતો. જિલ્લા મેજિસ્ટ્રેટ સૌરભ જોરવાલે ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે, પોલીસ વહીવટીતંત્રની ટીમો ઘટનાસ્થળે પહોંચી છે અને રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. વહીવટીતંત્ર મૃતકોમાં કોણ છે અને અકસ્માતનું કારણ શું છે તેની પણ તપાસ કરી રહ્યું છે. મૃતકના પરિવારે જણાવ્યું કે, ગામના એક વ્યક્તિએ તેમને ફોન પર જાણ કરી હતી. તે જ સમયે, જ્યારે ગામના વિવિધ લોકોએ તેમના પરિવારના સભ્યોને ફોન કરવાનું શરૂ કર્યું હતુ. ત્યારે ફોન કનેક્ટ થયો નહીં. ઘટનાના સમાચાર મળ્યા બાદ ગામડાઓમાં શોકનો માહોલ છે.

મુખ્યમંત્રી રાહત ભંડોળમાંથી સહાય

પશ્ચિમ બંગાળના પૂર્વ વર્ધમાનમાં થયેલા માર્ગ અકસ્માતમાં બિહારના 11 લોકોના મોત પર મુખ્યમંત્રીએ સંવેદના વ્યક્ત કરી છે. બિહારમાં દરેક મૃતકના શોકગ્રસ્ત પરિવારને મુખ્યમંત્રી રાહત ભંડોળમાંથી 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયા સહાયનો આદેશ અપાયો છે. બર્ધમાનમાં રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર-19 પર એક પેસેન્જર બસ અને ટ્રેક્ટર ટ્રોલી વચ્ચે થયેલી ટક્કરમાં 11 લોકોના મોત થયા છે. મુખ્યમંત્રીએ અધિકારીઓને પશ્ચિમ બંગાળ સરકાર સાથે સંકલન કરીને યોગ્ય કાર્યવાહી કરીને મૃતકોના મૃતદેહને તેમના ઘરે મોકલવા અને ઘાયલોની યોગ્ય સારવાર માટે નિર્દેશ આપ્યો છે. 

  • Follow us on: