મુંબઈની પાંચ શાળાઓએ 20 જૂન 2025 થી ગરબાને સત્તાવાર રીતે તેમના અભ્યાસક્રમમાં શામેલ કર્યો છે. મુંબઈની પાંચ શાળાઓમાં 20 જૂનથી ધોરણ 5 થી 10 ના વિદ્યાર્થીઓ માટે ગરબાનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અઠવાડિયામાં એક પિરિયડ ગરબા શીખવવા માટે આપવામાં આવશે. 


મુંબઈમા આ પહેલ માટુંગામાં સ્થિત ત્રણ અમુલખ અમીચંદ શાળાઓ અને ઘાટકોપરમાં રામજી આશાર ગ્રુપની બે શાળાઓ દ્વારા શરૂ કરવામાં આવી છે, જેમાં IG, ICSE, SSC અને ગુજરાતી-માધ્યમ બોર્ડનો સમાવેશ થાય છે.

આ પહેલ માત્ર મનોરંજન પૂરતી સીમિત નથી. નાલંદા ઇન્સ્ટિટ્યૂટએ પાંચ વર્ષના ગરબા તાલીમ કાર્યક્રમને માન્યતા આપી છે, જેના આધારે મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઓફ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન (MSBSHSE) SSC બોર્ડના વિદ્યાર્થીઓને 3% બોનસ ગુણ આપશે. અન્ય બોર્ડના વિદ્યાર્થીઓ માટે, આ કોર્સ કોલેજ પ્રવેશમાં સાંસ્કૃતિક ક્વોટા હેઠળ પાત્ર બનશે અને વિદેશી યુનિવર્સિટી એપ્લિકેશન માટે વધારાના ક્રેડિટ્સ પણ મેળવી શકશે. સોની સ્કૂલ ઓફ ગરબા ડાન્સ (SSGD), નાલંદા ઇન્સ્ટિટ્યૂટના સહયોગથી, આ વર્ગોનું સંચાલન કરશે. SSGD ના સહ-સ્થાપક જીગર સોનીનો હેતુ "પ્રમાણભૂત ગરબા" ને પાછો લાવવાનો છે, કારણ કે તેઓ માને છે કે આધુનિક ગરબા વિવિધ ડાન્સ શૈલીઓનું મિશ્રણ બની ગયા છે. આ પહેલથી વિદ્યાર્થીઓ નાનપણથી જ પરંપરાગત ગરબા શીખી શકશે.


  • Follow us on: