મુંબઇમાં છેલ્લા બે દિવસથી મેઘો આફત બનીને આવ્યો છે. મુંબઇ આખુ પાણી પાણી થઇ ગયુ છે. ભારે વરસાદને કારણે રેલવે સેવા ઠપ્પ થઇ ગઇ છે. રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા છે. પરિણામે વાહનચાલકોએ કલાકો સુધી ટ્રાફિક જામને કારણે મુશ્કેલીમાં મુકાયા. ટૂંકમાં કહીએ તો, સ્થિતિ એવી છે કે ઘરની બહાર નીકળવુ મુશ્કેલ છે. ત્યારે આગામી દિવસોમાં મુંબઇમાં વરસાદની કેવી સ્થિતિ રહેશે તે વિશે હવામાન વિભાગે આગાહી કરી છે.


રેડ એલર્ટ જાહેર

હવામાન વિભાગે મુંબઇ અને ઉપનગરીય વિસ્તારો માટે રેડ એલર્ટ આપ્યુ છે. જો કે પહેલા હવામાન વિભાગે પહેલા ઓરેન્જ એલર્ટ આપ્યુ હતું. મુંબઇની સાથે સાથે મહારાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ થઇ રહ્યો છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ સતત વરસાદ થઇ રહ્યો છે. જેને જોતા સીએમ ફડણવીસએ 48 કલાક ઘણા જ મહત્વના ગણાવ્યા છે. ત્યારે આવો જાણીએ મુંબઇમાં ભારે વરસાદને લઇને જનજીવન પર કેવી અસર પડી રહી છે.

 

100 લોકલ ટ્રેન રદ્દ

નાલાસોપારા-વસઇ રોડ સ્ટેશન વચ્ચે ભારે વરસાદ અને પાણી ભરાવાને કારણે પશ્ચિમ રેલવેની ઘણી ટ્રેનો પ્રભાવિત થઇ છે. લગભગ 100 જેટલી લોકલ ટ્રેન રદ થઇ છે. જેમાં મુંબઇ સેન્ટ્રલની ટ્રેનનો સમાવેશ થાય છે. પનવેલ, વસઇ, દીવા, વિરાર, ભરૂચ, દાદરની ઘણી ટ્રેનોનો સમાવેશ થાય છે. મધ્ય રેલવેની ટ્રેનો 10-15 મિનિટ મોડી ચાલી રહી છે. 


શાળા-કોલેજોમાં રજા

મુંબઇમાં સતત વરસાદને કારણે શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી હતી. 19 ઓગષ્ટે જે પરીક્ષાઓ હતી યુનિવર્સિટીની તે પરીક્ષાઓ પણ મુલતવી રખાઇ હતી. સતત થઇ રહેલા વરસાદને જોતા સીએમ દેવેન્દ્ર ફડણવીસે તમામ એજન્સીઓને એલર્ટ રહેવા નિર્દેશ આપ્યા છે. તેમણે જિલ્લા કલેક્ટરોને આદેશ આપ્યો છે કે જાન માલવે નુકસાન, ક્ષતિગ્રસ્ત ઘરોને તાત્કાલિક મદદ પહોંચાડવામાં આવે. સાથે જ ખેતીમાં નુકસાનીનો સરવે કરીને તાત્કાલિક સહાય આપવામાં આવે.


મોનોરેલમાંથી મુસાફરોને બચાવાયા

મુંબઇમાં ફસાયેલી બે મોનોરેલ ટ્રેનમાં 700થી વધારે યાત્રિકોને સારી રીતે બહાર કાઢી લેવાયા છે. મૈસૂર કોલોની અને ભક્તિ પાર્કની વચ્ચે એક મોનોરેલ ટ્રેનમાં ફસાયેલા 582 યાત્રીઓને બચાવી લેવાયા છે. જ્યારે અન્ય મોનોરેલ ટ્રેનથી 200થી વધારે યાત્રીઓને બહાર કઢાયા છે.


  • Follow us on: