રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ એટલે કે NCERT દ્વારા ધોરણ 8 માટે તૈયાર કરાયેલા નવા સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકને લઈને તાજેતરમાં મોટો વિવાદ સામે આવ્યો છે. “Exploring Society: India and Beyond – Part II” નામનું આ પુસ્તક 24 ફેબ્રુઆરીએ પ્રકાશિત થયું હતું અને તે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 તથા રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખા (NCF) હેઠળ તૈયાર કરાયું હતું.


ભ્રષ્ટાચાર અને કેસોના પેન્ડલોગ

આ પુસ્તકના પ્રકરણ 4, “આપણા સમાજમાં ન્યાયતંત્રની ભૂમિકા” માં ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર અને કેસોના પેન્ડલોગ (લાંબા સમયથી લટકતા કેસો) વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ મુદ્દાઓને લઈને વિવાદ ઊભો થયો. ખાસ કરીને, ન્યાયતંત્રની કાર્યપદ્ધતિ અંગે કરાયેલા કેટલાક નિવેદનો પર Supreme Court of India એ કડક વાંધો વ્યક્ત કર્યો.

પુસ્તકનું વિતરણ અટકાવવાનો નિર્ણય

વિવાદ વધતા, NCERT એ તાત્કાલિક પગલાં લઈ પુસ્તકનું વિતરણ અટકાવવાનો નિર્ણય કર્યો. કાઉન્સિલે સ્વીકાર્યું કે પ્રકરણમાં અજાણતામાં કેટલીક ભાષાકીય ભૂલો, તથ્યાત્મક ખામીઓ અને ચુકાદા સંબંધિત ગેરસમજ ઉભી કરે તેવા મુદ્દાઓ સામેલ થઈ ગયા હતા. તેથી સમગ્ર પુસ્તક પાછું ખેંચીને પ્રકરણની સંપૂર્ણ સમીક્ષા અને પુનઃલેખન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

ચોંકાવનારી વાત સામે આવી

આ સમગ્ર પ્રક્રિયામાં એક ચોંકાવનારી વાત સામે આવી. કુલ 2.25 લાખ નકલો છાપવામાં આવી હતી, પરંતુ તેમાંમાંથી માત્ર 38 નકલો જ વેચાઈ શકી હતી. બાકીની 2,24,962 નકલો હજુ પણ ઇન્વેન્ટરીમાં જ રહી હતી, જેને તરત જ NCERTના વેરહાઉસમાં પાછી ખેંચી લેવામાં આવી. હવે મુશ્કેલી એ છે કે જે 38 નકલો પહેલેથી વેચાઈ ગઈ છે, તેને કેવી રીતે પાછી મેળવવી.

38 નકલો શોધી

શિક્ષણ મંત્રાલય અને NCERT મળીને આ 38 નકલો શોધી અને પરત લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેથી વિવાદાસ્પદ સામગ્રી કોઈ શાળા અથવા વિદ્યાર્થી સુધી ન પહોંચે. અધિકારીઓનું માનવું છે કે પાઠ્યપુસ્તક જેવી સંવેદનશીલ શૈક્ષણિક સામગ્રીમાં ભૂલ રહે તો તે વિદ્યાર્થીઓના મન પર લાંબા સમય સુધી અસર કરી શકે છે.

ચકાસાયેલ સંસ્કરણ તૈયાર

NCERT એ સ્પષ્ટ કર્યું છે કે પ્રકરણનું સુધારેલું અને સંપૂર્ણ રીતે ચકાસાયેલ સંસ્કરણ તૈયાર થયા પછી જ નવી નકલો છાપવામાં આવશે. આ સંસ્કરણમાં ભાષા સરળ, તથ્ય આધારિત અને સંતુલિત રાખવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓને ન્યાયતંત્રની ભૂમિકા સમજાવવામાં કોઈ ગેરસમજ ન રહે.

આ પણ વાંચો : India Canada trade : ટ્રમ્પ ટેરિફ પછી ભારત તરફ વળ્યું કેનેડા ! PM કાર્નીની મહત્વની મુલાકાત


  • Follow us on: