ભારતીય સેનાને આજે નવા વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફ મળ્યા છે. લેફ્ટનન્ટ જનરલ પુષ્પેન્દ્ર સિંહે આ પદની કમાન સંભાળી છે. આ પહેલા તેઓ સેના મુખ્યાલયમાં ડાયરેક્ટર જનરલ ઓપરેશનલ લોજિસ્ટિક એન્ડ સ્ટ્રેટેજિક મુમેન્ટની જવાબદારી સંભાળી રહ્યા હતા.


સેનાના નવા ઉપપ્રમુખ

લેફ્ટન્ન્ટ જનરલ પુષ્પેન્દ્ર સિંહને 1987માં પેરાશૂટ રેજિમેન્ટના 4મી બટાલિયનમાં હતા. તેઓ લખનઉના કે લા માર્ટિનિયર કોલેજ, લખનૌ યુનિવર્સિટી અને ઇન્ડિયન મિલિટ્રી એકેડમી, દહેરાદૂનના વિદ્યાર્થી રહ્યા છે. લેફ્ટન્ન્ટ જનરલ પુષ્પેન્દ્ર સિંહએ એન.એસ રાજા સુ્રમણિનુ સ્થાન લીધુ. તેમણે ગયા વર્ષે ઉપ સેના પ્રમુખની જવાબદારી સંભાળી હતી. વર્ષ 2022માં તેમણે રાઇઝિંગ સ્ટાર કોરના જનરલ ઓફિસર કમાંડિંગના રૂપમાં જવાબદારી સંભાળી હતી. આ કોર હિમાચલના કાંગડા જિલ્લામાં યોલ કેન્ટોન્મેન્ટમાં આવેલુ છે અને તેની સ્થાપના વર્ષ 2005માં થઇ હતી.

આ જવાબદારી પણ સંભાળી ચૂક્યા છે 

ઓપરેશન પવન, ઓપરેશન મેઘદૂત (સિયાચીન), ઓપરેશન ઓર્ચિડ, ઓપરેશન રક્ષા (કાશ્મીર)નો મહત્વનો ભાગ રહ્યા. તેમણે કાશ્મીરની ઘાટીમાં એલઓસી પર એક સ્પેશિયલ ફોર્સ યુનિટની કમાન સંભાળી છે. આ ઉપરાંત તેઓએ ઓપરેશન સ્નો લેપર્ડ દરમિાયન ચીન સરહદ પર માઉન્ટેન ડિવિઝનના કમાન્ડર પણ રહ્યા છે.તેઓ હિમાચલમાં આવેલી જનરલ ઓફિસર કમાંડિંગ પણ રહ્યા છે. જેમણે જમ્મુ, સાંબા અને પઠાનકોટ જેવા સંવેદનશીલ વિસ્તારમાં જવાબાદારી આપી હતી.

શું કર્યો છે અભ્યાસ ? 

તેઓએ DSSC વેલિંગટન, સીડીએમ હૈદરાબાદ અને આઇઆઇપીએ દિલ્હીથી હાઇ લેવલ કોર્સ કર્યા છે. તેમની પાસે મેનેજમેન્ટ સ્ટડીઝમા માસ્ટર અને પંજાબ યુનિવર્સિટીમાં એમફિલની ડિગ્રી છે. તેઓને દેશસેવા માચે વિશિષ્ટ સેવા મેડલ અને બાર ટુ સેના મેડલથી સન્માનિત કરાયા છે. 

  • Follow us on: