ગાયના ગોબરમાંથી બનેલા ઇલેક્ટ્રોડથી લઈને ગૌમૂત્રની રાસાયણિક પ્રોફાઇલિંગ સુધી દેશની વિવિધ IITના સંશોધકોએ છેલ્લા કેટલાક વર્ષોથી Cowpathy અને દેશી ગાયોના ગુણો પર ઊંડો અભ્યાસ કર્યો છે.કેન્દ્ર સરકારના ખાસ કાર્યક્રમ SUTRA-PIC હેઠળ આ સંશોધનોને ફંડ પૂરું પાડવામાં આવ્યું છે.હવે છ વર્ષના લાંબા સમય બાદ આ પ્રોજેક્ટ્સના આશ્ચર્યજનક પરિણામો સામે આવવા લાગ્યા છે.


કેન્દ્ર સરકારે રૂ.98 કરોડનું બજેટ 

વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રાલય (DST) દ્વારા એપ્રિલ 2020માં શરૂ કરાયેલા આ પ્રોજેક્ટ માટે રૂ.98 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું હતું.જેનો ઉદ્દેશ્ય દેશી ગાયોના ઉત્પાદનોનો સ્વાસ્થ્ય,કૃષિ અને પોષણના ક્ષેત્રમાં વૈજ્ઞાનિક ઉપયોગ શોધવાનો હતો. આ અંતર્ગત મંજૂર થયેલા 10 મુખ્ય પ્રોજેક્ટ્સમાંથી 4 પ્રોજેક્ટ્સનું નેતૃત્વ IITના વૈજ્ઞાનિકો કરી રહ્યા છે.

પ્રદૂષિત પાણી સાફ કરવા અને ઇલેક્ટ્રોડ બનાવવા છાણનો ઉપયોગ 

IIT (ISM) ધનબાદના પ્રોફેસર બ્રિજેશ કુમાર મિશ્રા અને તેમની ટીમે ગાયના છાણમાંથી એક ખાસ સામગ્રી વિકસાવી છે, જે પાણીમાંથી ઝેરી ભારે ધાતુઓને (ખાસ કરીને ક્રોમિયમ) દૂર કરવામાં સક્ષમ છે. બાયોકેમિકલ એન્જિનિયરિંગ જર્નલમાં પ્રકાશિત થનારા આ સંશોધનમાં જણાવાયું છે કે, પાણી શુદ્ધ કર્યા પછી આ સામગ્રીનો ઉપયોગ ઉર્જા સંગ્રહ કરતા ઉપકરણો (Energy Storage Devices) માટે ઇલેક્ટ્રોડ તરીકે પણ થઈ શકે છે. આ ગ્રીન કેમેસ્ટ્રી અને સર્ક્યુલર ઇકોનોમીનું ઉત્તમ ઉદાહરણ છે.

લોખંડને કટા અટકાવશે ગાયનું છાણ 

IIT કાનપુરના પ્રોફેસર કલ્લોલ મંડલના સંશોધનમાં બહાર આવ્યું છે કે ગાયના છાણના ખાતરમાંથી બનાવેલો અર્ક (Extract) લોખંડ (Mild Steel) પર એક સુરક્ષિત સ્તર બનાવી દે છે. આ કુદરતી લેયર લોખંડને કાટ લાગવાની પ્રક્રિયાને અત્યંત ધીમી કરી દે છે. આ એક અત્યંત સસ્તું અને પર્યાવરણને અનુકૂળ એન્ટી-કોરોઝિવ (જંગરોધક) માધ્યમ બની શકે છે.

પંચગવ્યની વૈજ્ઞાનિક તપાસ 

IIT-BHU ના પ્રોફેસર શ્રેયાન્સ કુમાર જૈન 'મેટાબોલોમિક્સ'અને માસ સ્પેક્ટ્રોમેટ્રી ટેકનિકની મદદથી પંચગવ્ય જેમાં દૂધ, દહીં, ઘી,ગૌમૂત્ર અને ગોબરનું મિશ્રણના એન્ટી-ઇન્ફેક્ટિવ ગુણોની તપાસ કરી રહ્યા છે.બીજી તરફ,ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી (NFSU)ના સંશોધક જયરાજસિંહ સરવૈયા 'અસલી'પંચગવ્ય ઉત્પાદનોની ઓળખ કરવા માટે પ્રોટોકોલ તૈયાર કરી રહ્યા છે.

વેદોના જ્ઞાનની આધુનિક વિજ્ઞાનની કસોટી

ગાયના ઉત્પાદનોના ફાયદા આપણા વેદોમાં પહેલેથી જ નોંધાયેલા છે.અમે માત્ર આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા લેબોરેટરીમાં તેની પુષ્ટિ કરી રહ્યા છીએ.જો કે,આ પ્રોજેક્ટની શરૂઆતમાં કેટલાક વૈજ્ઞાનિકોએ આની ટીકા પણ કરી હતી,પરંતુ સંશોધકોનું કહેવું છે કે તેમણે આ પડકારને કોઈપણ અન્ય વૈજ્ઞાનિક પ્રોજેક્ટની જેમ જ પૂરી ગંભીરતાથી લીધો છે અને તેના સકારાત્મક પરિણામો હવે દુનિયાની સામે છે.

આ પણ વાંચો - Bungee jumping: સાહસનો શોખ જીવલેણ બન્યો, 115 ફૂટની ઊંચાઈએથી પટકાતા યુવતીનું મોત,Video


  • Follow us on: