ગ્રેટર નોઇડાના યમુના સિટીમાં બની રહેલા નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટનુ ઉદ્દઘાટન 30 ઓક્ટોમ્બરે થશે. ઉદ્ઘાટન માટે જમીનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અધિકારીઓએ સ્થળથી લઈને સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક વ્યવસ્થાપન અને જાહેર મેળાવડાની વ્યવસ્થા સુધીના દરેક પાસાઓ પર વ્યૂહરચના બનાવવાનું શરૂ કરી દીધું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટ ઉદ્દઘાટનમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપે તેવી શક્યતા છે.
કાર્યસ્થળનુ નિરીક્ષણ કર્યુ
અધિકારીઓએ મંગળવારે સંભવિત કાર્યક્રમ સ્થળનુ નિરીક્ષણ કર્યુ, આ દરમિયાન યમુના ઇન્ટરનેશનલ એરપોર્ટ પ્રાઇવેટ લિમિટેડના વરિષ્ઠ અધિકારીઓ પણ ત્યાં હાજર રહ્યા હતા. બેઠકમાં ઉદ્દઘાટન સાથે જોડાયેલી વ્યવસ્થાઓ પર વિસ્તારથી ચર્ચા કરવામાં આવી. જેવરમાં બની રહેલા આ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ એનસીઆરનો બીજો અને ઉત્તર પ્રદેશનુ સૌથી મોટું એરપોર્ટ હશે. અધિકારીઓ પ્રમાણે નિર્માણ કાર્ય પોતાના અંતિમ ચરણમાં છે અને લગભગ બધુ જ રેડી થઇ ગયુ છે. અનુમાન છે કે ઓક્ટોબર સુધીમાં એરપોર્ટ ફ્લાઇટની કામગીરી માટે તૈયાર થઈ જશે.













