ઓરિસ્સાના પુરી જિલ્લામાંથી એક હચમચાવી નાંખે એવી ઘટના સામે આવી છે. અહીં 15 વર્ષની એક સગીરા પર કેટલાક બદમાશોએ પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી હતી. આ ઘટના શનિવારે બયાબર ગામમાં બની હતી જ્યારે છોકરી પોતાના દોસ્તના ઘરે જઈ રહી હતી. આ ઘટના પછી પીડિતાને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવી. હાલ તેને એમ્સ ભૂવનેશ્વલરમાં ભરતી કરવામાં આવી છે, જ્યાં તેનો ઈલાજ ચાલી રહ્યો છે. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે. 


પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી

મળતી માહિતી પ્રમાણે ત્રણ બદમાશો અચાનક રસ્તામાં આવ્યા અને સગીરા પર પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી. ઘટના પછી ત્રણેય આરોપીઓ ફરાર તી ગયા હતા. સગીરા ખુબ ગંદી રીતે સળગી ગઈ છે. તેને તરત ગંભીર હાલતમાં ભુવનેશ્વરની એમ્સ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી છે. પીડિતા 70 ટકા સળગી ગઈ છે. હાલ તેની હાલત ખુબ ખરાબ છે અને ઈલાજ ચાલી રહ્યો છે. રાજ્યમાં મહિલાની સુરક્ષાને લઈને ફરી એક વખત પ્રશ્નો ઉભા થયા છે. 

આ સગીરા પર થયેલા હુમલાને લઈને ઓરિસ્સાના ઉપમુખ્યમંત્રી અને મહિલા તેમજ બાળ વિકાસ વિભાગ મંત્રી પ્રવતી પરીદાએ દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે એક્સ પર એક પોસ્ટમાં લખ્યું હતું કે હું ખુબ દુઃખી અને સ્તબ્ધ છુ કે પુરીના બાલંગામાં કેટલાક અસામાજીક તત્વોએ 15 વર્ષની બાળકી પર પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી. સગીરાને તરત જ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. તેના ઈલાજનો તમામ ખર્ચ સરકાર ભોગવશે.  






  • Follow us on: