પહલગામ આતંકી હુમલાને લઇને સંયુક્ત રાષ્ટ્ર સંઘની એક રિપોર્ટે પાકિસ્તાનની પોલ ખોલી દીધી છે.. જેમાં કહેવામાં આવ્યું છે કે આતંકી હુમલામાં લશ્કર એ તૈયબાનો સીધો જ રોલ હતો. લશ્કેરના ઇશારા પર જ પહલગામમાં 26 નિર્દોષોની હત્યા થઇ હતી. આ રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પહલગામ અટેકમાં ધ રેસિડેન્ટ ફ્રન્ટએ જવાબદારી લીધી હતી જે એકદમ સાચી હતી. તપાસમાં કહેવામાં આવ્યું છે કે લશ્કરએ ટીઆરએફના સાથે કામમાં મદદ કરી હતી.


લશ્કરના ઇશારે જ હુમલો કરાયો- UN રિપોર્ટ 

યુએનની રિપોર્ટમાં કહેવામાં આવ્યું તે કે ક્ષેત્રીય સંબંધો પહેલેથી જ નાજુક છે. ટીઆએએફએ પહલગામ હુમલાની બે વખત જવાબદારી લીધી હતી. 26 એપ્રિલે તેઓએ ફરીથી જવાબદારી લીધી. પાકિસ્તાનના લશ્કર એ તૈયબાનો પણ રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે. સાથે એમ પણ કહ્યું છે કે લશ્કરની મદદ વિના પહલગામ હુમલો શક્ય નથી. લશ્કરના ઇશારે જ હુમલો કરાયો હતો.

રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યુ છે કે લશ્કર અને ટીઆરએફ વચ્ચે સીધો સંબંધ છે. ભારત આ વાત ઘણા વર્ષોથી કહેતુ આવ્યું છે. ટીઆરએફની સ્થાપના 2019માં થઇ હતી. પાકિસ્તાનની ખુફિયા એજન્સી આઇએસઆઇ અને લશ્કરના હાફિઝ સઇદે તેમાં મુખ્ય ભૂમિકા નિભાવી હતી.

શું કહે છે પાકિસ્તાન ? 

ઉલ્લેખનીય છે કે પહલગામ હુમલા બાદ યુએન સુરક્ષા પરિષદએ નિવેદન જાહેર કર્યુ ત્યારે પાકિસ્તાને તેમાંથી ટીઆરએફનું નામ હટાવી દીધુ. એટલુ જ નહી યુએનનો જે હાલમાં રિપોર્ટ આવ્યો છે તેમાં પણ એક દેશએ તો પાકિસ્તાનના ઇશારે લશ્કરને નિષ્ક્રિય સંગઠન જણાવ્યું. પાકિસ્તાનના રક્ષા મંત્રી તો કહે છે કે અહીં કોઇ આતંકી સંગઠન એક્ટિવ નથી. જ્યારે પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો કહે છે કે હાફિઝ સઇદ અને મસૂદ અઝહર અફઘાનિસ્તાનમાં હોઇ શકે છે.


  • Follow us on: