આજે 16માં રોજગાર મેળાનું આયોજન કરાયુ છે. જેમાં પીએમ મોદી દ્વારા 51000 યુવાઓને નિયુક્તિ પત્ર એનાયત કરવામાં આવ્યા.. 47 જગ્યાઓ પર રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. પીએમ મોદી આ કાર્યક્રમમાં વર્ચ્યલી સંબોધન કર્યું હતું., પીએમ મોદીએ સંબોધન કરતા કહ્યું કે યુવા શક્તિ ભારતની સૌથી મોટી મૂડી છે. તેમણે કહ્યું કે યુવાનો ભારતની તાકાત છે. 21મી સદીમાં નવા નવા સેક્ટર વિકસી રહ્યા છે. દરેક સેક્ટરમાં યુવા શક્તિની ગૂંજ છે.
વિકાસનો મહાયજ્ઞ ચાલી રહ્યો છે- પીએમ મોદી
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે નૌજવાનોની રાષ્ટ્રનિર્માણમાં મહત્વની ભૂમિકા છે. ભારત ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનવાની તૈયારીમાં છે. ભારતની પાસે ડેમોગ્રાફી અને ડેમોક્રસી છે. નવયુવાનો પર ભરોસો છે. નૌજવાનોને ભારતના અમૃતકાળનું સૌભાગ્ય મળ્યુ છે. અમે સમાનતા તરફ આગ વધી રહ્યા છીએ. દેશમાં વિકાસનો મહાયજ્ઞ ચાલી રહ્યો છે.
રાષ્ટ્ર સેવા એ સૌથી મોટી ઓળખ છે - પીએમ મોદી
PM MODIએ કહ્યું કે નિમણૂક મેળવતા યુવાનોના વિભાગો ભલે અલગ હોય, તેમનો ઉદ્દેશ્ય એક જ છે - રાષ્ટ્રીય સેવા. તેમણે કહ્યું કે તમારા વિભાગો અલગ અલગ હોઈ શકે છે, પરંતુ તમે બધા એક જ શરીરના ભાગો છો, અને તે છે - દેશની સેવા. તમને જણાવી દઈએ કે આ સમય દરમિયાન પીએમ મોદીએ ખાસ ભાર મૂક્યો હતો કે રોજગાર મેળાના અભિયાનથી એ વિશ્વાસ પેદા થયો છે કે સરકારી નોકરીઓ હવે ભલામણ કે લાંચ વિના, ફક્ત ક્ષમતાના આધારે મેળવી શકાય છે.