પીએમ મોદીએ મણિપુરના ઇમ્ફાલમાં 1200 કરોડના પ્રોજેક્ટની શરૂઆત કરી. ઇમ્ફાલમાં તેઓએ કાર્યક્રમને સંબોધતા કહ્યું કે જૂની મુશ્કેલીઓમાંથી મણિપુરને બહાર કાઝ્યું. તેમણે મણિપુરમાં હિંસા થવી દુર્ભાગ્યપૂર્ણ છે. સંવાદનો રસ્તો મજબૂત કરવો પડશે.
મણિપુરમાંકોઈપણ પ્રકારની હિંસા દુર્ભાગ્યપૂર્ણ છે- પીએમ મોદી
ઇમ્ફાલમાં કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે મણિપુરમાં હજારો વર્ષોનો સમૃદ્ધ વારસો છે. અહીં કોઈપણ પ્રકારની હિંસા દુર્ભાગ્યપૂર્ણ છે. આ હિંસા આપણા પૂર્વજો અને આપણી ભાવિ પેઢીઓ સાથે મોટો અન્યાય છે. આપણે મણિપુરને સતત શાંતિ અને વિકાસના માર્ગ પર લઈ જવાનું છે. તેમણે સૌથી વધુ હિંસાગ્રસ્ત વિસ્તારોમાંના એક ચુરાચંદપુરમાં રોડ શો અને જાહેર સભા યોજી હતી. તેમણે કહ્યું, 'હું તમામ સંગઠનોને શાંતિના માર્ગ પર આગળ વધવા અપીલ કરું છું. હું વચન આપું છું, હું તમારી સાથે છું.'
મણિપુરનો વિકાસ અમારી પ્રાથમિકતા - પીએમ મોદી
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે અમારી સરકાર મણિપુરના આવા દરેક મહાન વ્યક્તિત્વમાંથી પ્રેરણા લઈને આગળ વધી રહી છે. અમારી સરકારે વધુ એક મોટું પગલું ભર્યું છે. આંદામાન અને નિકોબાર ખંડમાં માઉન્ટ હેરિયેટનું નામ બદલીને માઉન્ટ મણિપુર રાખવામાં આવ્યું છે. આ ભારતના 140 કરોડ દેશવાસીઓની મણિપુરી સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું આઝાદી પછી, દેશના પશ્ચિમ અને દક્ષિણ ભાગોના મોટા શહેરોમાં વિકાસ થયો, યુવાનોને નવી તકો મળી. હવે 21મી સદીનો આ સમય 'પૂર્વ', 'ઉત્તર પૂર્વ'નો છે. તેથી, ભારત સરકારે મણિપુરના વિકાસને સતત પ્રાથમિકતા આપી છે.
ઇમ્ફાલમાં 1200 કરોડના પ્રોજેક્ટનો શિલાન્યાસ
પીએમએ ઇમ્ફાલમાં ₹1,200 કરોડ અને ચુરાચંદપુરમાં ₹7,300 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો. તેઓ ચુરાચંદપુરમાં રાહત શિબિરમાં હિંસાના પીડિતોને મળવા ગયા હતા. તેમણે ઇમ્ફાલમાં કાર્યક્રમ સ્થળે હિંસાના પીડિતો સાથે વાત કરી હતી. પ્રધાનમંત્રી આજે સવારે મિઝોરમથી મણિપુર પહોંચ્યા. તેઓ ઇમ્ફાલ એરપોર્ટ પર ઉતર્યા. ત્યાંથી તેઓ રોડ માર્ગે કુકી-પ્રભુત્વ ધરાવતા જિલ્લા, ચુરાચંદપુર ગયા. ઇમ્ફાલ મેઇતેઈ પ્રભુત્વ ધરાવતો વિસ્તાર છે. 2023 માં થયેલી હિંસા પછી, કુકીઓએ ઇમ્ફાલ આવવાનું બંધ કરી દીધું છે અને મેઇતેઈઓએ ચુરાચંદપુર આવવાનું બંધ કરી દીધું છે.
શનિવારે શરૂ કરાયેલા વિવિધ પ્રોજેક્ટ્સનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે મણિપુરના વિકાસ માટે હજારો કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ્સ તમારા બધાના જીવનને સરળ બનાવશે, અહીંના માળખાગત સુવિધાઓને મજબૂત બનાવશે અને મણિપુરના યુવાનો માટે અહીંના દીકરા-દીકરીઓ માટે રોજગારની નવી તકો પણ ઉભી કરશે... હું મણિપુરના લોકોને તમામ વિકાસ યોજનાઓ માટે અભિનંદન આપું છું.