ગુજરાત સરકારના પ્રવક્તા અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જાહેરાત કરી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને સેવા પખવાડિયા તરીકે ઉજવવામાં આવશે. આ અંતર્ગત સમગ્ર ગુજરાતમાં આગામી 15 દિવસ સુધી વિવિધ સેવાકીય કાર્યોનું આયોજન કરવામાં આવશે. મંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાનનો જન્મ દિવસ હવે માત્ર જન્મોત્સવ નહીં પરંતુ સેવોત્સવ બની રહેશે.


15 દિવસ રાજ્યમાં સેવાકીય કાર્યો થશે

ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે 20મી સદીમાં મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલે ભારતને આઝાદી અપાવી. પરંતુ 21મી સદીમાં દેશને એક મજબૂત નેતૃત્વની જરૂર હતી અને તે ગુજરાતમાંથી મળ્યું. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારત આજે મજબૂત બની રહ્યું છે. આ ઇતિહાસને ઉજાગર કરવા અને વડાપ્રધાનના નેતૃત્વની ઉજવણી કરવા માટે આ નમોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી

ભાજપ અને ગુજરાત સરકાર દ્વારા સંયુક્ત રીતે યોજાનાર આ સેવા પખવાડિયામાં રાજ્યભરમાં નાના-મોટા સેવાકીય કાર્યો કરવામાં આવશે. આ પ્રવૃત્તિઓ દ્વારા વડાપ્રધાનના જન્મદિવસને લોકો સુધી પહોંચાડીને સેવાત્સવનો સંદેશો આપવામાં આવશે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજસેવા દ્વારા દેશ અને રાજ્યના વિકાસમાં યોગદાન આપવાનો છે.


  • Follow us on: