પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના ICAR પુસા ખાતે એમએસ સ્વામિનાથન શતાબ્દી આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું છે. આ પરિષદનો વિષય - સદાબહાર ક્રાંતિ, જૈવિક સુખનો માર્ગ, બધા માટે ભોજન સુનિશ્ચિત કરવા માટે પ્રોફેસર સ્વામિનાથનના આજીવન સમર્પણને દર્શાવે છે.


ખેડૂતો-પશુપાલકો અમારી પ્રાથમિકતા- પીએમ મોદી 

પીએમ મોદીએ આ કાર્યક્રમમાં સંબોધન કરતા જણાવ્યું કે કૃષિ વિજ્ઞાનમાં તેમના અગ્રણી કાર્ય માટે એમએસ સ્વામિનાથનની વ્યાપક પ્રશંસા થાય છે. તેમણે કહ્યું કે ખેડૂતોનું કલ્યાણ ભારતની ટોચની પ્રાથમિકતા છે. તેમની સરકારની નીતિઓ સ્પષ્ટ કરતા, પ્રધાનમંત્રીએ કહ્યું કે, ભારત ખેડૂતો, માછીમારો અને ડેરી ખેડૂતોના હિત સાથે ક્યારેય સમાધાન કરશે નહીં.

હું કિંમત ચૂકવવા તૈયાર- પીએમ મોદી 

આ સાથે જ પીએમ મોદીએ વધુમાં કહ્યું કે ભારતીય કૃષિ નવી ઊંચાઇ પર છે. અમે ગ્રામીણ અર્થવ્યવસ્થા મજબૂત કરી રહ્યા છીએ. આ સાથે જ તેમણે કહ્યું કે ખેડૂતોનો ભરોસો વધારવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ખેડૂતોનું હિત એ પહેલી પ્રાથમિકતા છે. ખેડૂતો અને પશુપાલકો અને માછીમારોના હિત સાથે કોઇ સમજૂતી કે સમાધાન નહી કરાય.. તેમણે એમ પણ  કહ્યું કે મને ખબર છે કે આ માટે મારે બહુ મોટી કિંમત ચૂકવવી પડશે. હું એ કિંમત ચૂકવવા તૈયાર છું. પીએમ મોદીના આ નિવેદનને ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વચ્ચે મહત્વનું માનવામાં આવી રહ્યુ છે.


કેટલો લગાવ્યો ટેરિફ ? 

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત દ્વારા રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી ચાલુ રાખવાનો ઉલ્લેખ કરીને ભારતમાંથી આયાત પર વધારાના 25 ટકા ટેરિફની જાહેરાત કરી છે. આ સાથે ભારત પર કુલ ટેરિફ હવે 50 ટકા થઈ ગયો છે. ટ્રમ્પે ગયા અઠવાડિયે જ ભારત પર 25 ટકા ડ્યુટીની જાહેરાત કરી હતી. તેમણે આ ડ્યુટી લાગુ કરવાના થોડા કલાકો પહેલા જ વધારાની ડ્યુટી લાદવાના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા. પ્રારંભિક ડ્યુટી 7 ઓગસ્ટથી અમલમાં આવશે, જ્યારે વધારાની ડ્યુટી 21 દિવસ પછી લાગુ થશે.

સિક્કો-ટપાલ ટિકિટ બહાર પાડી 

પીએમ મોદીએ આ કાર્યક્રમને હરિત ક્રાંતિના જનક ગણાવનારા મહાન વૈજ્ઞાનિક સ્વામિનાથનના સન્માનમાં એક સ્મારક સિક્કો અને એક ટપાલ ટિકિટ પણ બહાર પાડી. સદાબહાર ક્રાંતિ- જૈવ સુખનો માર્ગ વિષય આધારિત 7થી 9 ઓગષ્ટ સુધી ચાલનારા આ સમેલનમાં સતત અને સમતામૂલક વિકાસમાં પ્રોફેસર સ્વામિનાથનના યોગદાનને સન્માનિત કરવામાં આવ્યું. આ સંમેલનનું આયોજન એમએસ સ્વામિનાથન રિસર્ચ ફાઉન્ડેશન, કૃષિ તથા ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ અને રાષ્ટ્રીય કૃષિ વિજ્ઞાન એકેડમીના સહયોગથી કરવામાં આવી રહ્યું છે.


  • Follow us on: