PM મોદી તમિલનાડુના પ્રવાસે છે.એ સમય દરમિયાન પીએમ મોદીએ ગંગાઈકોંડાચોલાપુરમ ખાતે રાજા રાજેન્દ્ર ચોલ-I ના નૌકાદળ અભિયાનની 1,000મી વર્ષગાંઠની ઉજવણી માટે 1,000 રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો. આ સિક્કો ગંગાઈકોંડાચોલાપુરમ વિકાસ ટ્રસ્ટના અધ્યક્ષ આર કોમાગને ડિઝાઇન કર્યો છે. કાર્યક્રમમાં પરિવહન મંત્રી એસએસ શિવશંકર, તમિલનાડુના નાણામંત્રી થંગમ થેન્નારાસુ અને વીસીકે નેતા થોલ થિરૂમાવલન હાજર રહ્યા હતા.
સિક્કામાં શું છે ખાસ?
આર કોમાગને સિક્કાની ડિઝાઇન તૈયાર કરીને કેન્દ્ર સરકારને મોકલવામાં આવ્યો હતો. બાદમાં આપ પ્રસ્તાવને સ્વીકારવામાં આવ્યો. સિક્કામાં પાછળની તરફ ઘોડાં પર સવાર સમ્રાટની કોતરણી કરી છે. સાથે જ બેકગ્રાઉન્ડમાં વોટર શિપ પ્રિન્ટ છે. કેન્દ્ર સરકારના પ્રસ્તાવ બાદ જ આ સિક્કાને બહાર પાડવામાં આવ્યો છે.
વર્ષ 2010માં આરબીઆઇએ બહાર પાડ્યો હતો સિક્કો
આરબીઆઇએ વર્ષ 2010માં 1000નો સિક્કો બહાર પાડવામાં આવ્યો હતો. આ સિક્કો તમિલનાડુના તંજાવુરમાં બૃહદીશ્વર તરીકે ઓળખાતા પ્રખ્યાત મંદિરના 1,000 વર્ષ પૂર્ણ થવાના સ્મરણાર્થે બહાર પાડવામાં આવ્યો હતો.
સામાન્ય વ્યક્તિ માટે નથી આ સિક્કો
કોઇની યાદમાં કે ઐતિહાસિક મૂમેન્ટ પર જાહેર થનારો સિક્કો સ્મારક સિક્કો હોય છે. આરબીઆઇ થોડાં થોડાં સમયે આવા સ્મારક સિક્કા બહાર પાડતા હોય છે. આ સિક્કો બજારમાં નહીં ચાલે. માત્ર સંગ્રહ માટે આ સિક્કાનો ઉપયોગ કરી શકાય છે. જોકે આ સિક્કા ઓનલાઇન બેગણી વધુ કિંમત પર મળે છે.