પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15 જૂને પાંચ દિવસની વિદેશ યાત્રા માટે રવાના થઈ ગયા છે. તેમની આ યાત્રા સાઈપ્રસ, કેનેડા અને ક્રોએશિયા સુધી ફેલાયેલી હશે. ઓપરેશન સિંદૂર અને ભારત -પાકિસ્તાન તણાવ પછી પહેલી આંતરાષ્ટ્રીય સફર છે, જેને ખૂબ મહત્વની માનવામાં આવે છે.  


આ પ્રવાસની શરૂઆત તેઓ સાઈપ્રસથી કરશે. તેઓ 15-16 જૂન ત્યાં રહેશે. આ સપર સાઈપ્રસના રાષ્ટ્રપતિ નોકોસ ક્રિસ્ટોડોલિજેસના આમંત્રણ પર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ભારતના પ્રધાનમંત્રીની આ પહેલી સાઈપ્રસ યાત્રા છે. આ દરમિયાન બંને દેસો વચ્ચે વેપાર , નિવેશ ,સુરક્ષા અને ટેકનોલોજીના સહયોગમને મજબૂત બનાવવા પર ચર્ચા થશે.  

G7 શિખર સંમેલનમાં ભાગ લેશે

સાઈપ્રસ બાદ પ્રધાનમંત્રી મોદી 16-17 જૂનના રોજ ેકનેડાના કનાનાસ્કિસ શહેરમાં જશે, જ્યાં તેઓ જી-7 શિખર સંલેનમાં ભાગ લેશે. આ પ્રવાસ કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્નીના આમંત્રણથી કરવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રાી સતત છઠ્ઠી વખત જી-7 સંલેનમાં ભાગ લેશે. આ સંમેલનમાં ઉર્જા સુરક્ષા, આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્ટ્સ, ટેકનોલોજી અને ક્વોન્ટ્મ ઈનોવેશન જેવા વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા થશે. આ સાથે તેઓ ઘણી દ્વીપક્ષીય બેઠક પણ કરશે. 

પીએમ મોદી રચશે ઈતિહાસ

પીએમ મોદી 18 જૂને ક્રોએશિયાના પ્રવાસે જશે. જે કોઈ પણ ભારતીય પ્રધાનમંત્રીની પહેલી આધિકારીક યાત્રા હશે. તે ક્રોએશિયાના પ્રધાનમંત્રી આંદ્રેજ પ્લેંકોવિચ અને રાષ્ટ્રપતિ જોરાન મિલાનોવિચ સાથે મુલાકાત કરશે. આ ઐતહાસિક યાત્રા દરમિયાન દ્વીપક્ષીય સહયોગને લઈને કેટલાક મહત્વની સમજૂતીઓ થશે. 





  • Follow us on: