અફઘાનના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકીએ વધુમાં કહ્યુ હતુ કે, અમે ભારત અને પાકિસ્તાન સાથે સારા સંબંધ ઇચ્છીએ છીએ.

બેઠકમાં મહત્ત્વના મુદ્દાઓ પર વાતચીત

અફઘાનના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકી ભારત યાત્રાએ છે. તેઓ ભારતના વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકર સાથે મુલાકાત કરી હતી અને બેઠકમાં મહત્ત્વના મુદ્દાઓ પર વાતચીત પણ કરી હતી. બેઠક પૂર્ણ કર્યા બાદ અફઘાનના વિદેશમંત્રી Amir Khan Muttaqiએ પત્રકાર પરિષદ યોજી હતી. અને ભારત તથા અફઘાનિસ્તાનના સંબંધો મામલે પત્રકારો સાથે સંવાદ કર્યો હતો. તેઓએ જણાવ્યુ હતુ કે, અફઘાનિસ્તાનમાં મજબૂત સરકાર છે.

વેપાર, રાજનૈતિક સંબંધો પર ચર્ચા

અફઘાનના વિદેશમંત્રી Amir Khan Muttaqiએ કહ્યુ હતુ કે, ભારત સાથે વેપાર, રાજનૈતિક સંબંધો પર ચર્ચા થઇ છે. આ સાથે જ તેઓ ચાબહાર પોર્ટ મામલે ભારત સાથે મળીને કામ કરીશે. તો ભારતીય કંપનીઓને અફઘાનમાં રોકાણ કરવા માટે પણ આમંત્રણ આપ્યુ છે. આ ઉપરાંત વેપારી સંબંધો મજબૂત કરવા પર ખાસ ભાર મુક્યો હતો.

અફઘાનિસ્તાનમાં શાંતિ અને અમન

અફઘાન શાંતિ અને અમન તરફ આગળ વધી રહ્યુ હોવા મામલે તેઓએ પ્રતિક્રિયા આપી હતી. સાથે જ અફઘાનના વિદેશમંત્રી Amir Khan Muttaqiએ કહ્યુ હતુ કે, અફઘાનિસ્તાનની જમીનનો કોઇ ઉપયોગ નહી કરી શકે. તો સાથે જ અફઘાનિસ્તાન વિરુદ્ધ કાવતરું યોગ્ય નથી. તેમ પણ તેઓએ કહ્યુ હતુ. 

  • Follow us on: