આ દરમિયાન ઇસ્લામાબાદના હાઇ સિક્યોરિટી ઝોનમાં TTPના ઝંડા પણ લગાવવામાં આવ્યા છે.

ટીટીપી આતંકીઓના ઝંડા લહેરાયા

તાલિબાન તંત્રના વિદેશ મંત્રી આમિર ખાન મુત્તાકી 9 અને 10 ઓક્ટોબરના રોજ ભારત યાત્રાએ આવી રહ્યા છે. પરંતુ આ યાત્રા પહેલા પાડોશી દેશ પોતાની નાપાક હરકતો બતાવી રહ્યુ છે. પાકિસ્તાનની રાજધાનીમાં ટીટીપી આતંકીઓનો ઝંડો લગાવવામાં આવ્યો છે. માનવામાં આવી રહ્યુ છે કે, આ ઝંડાને પોતે પાકિસ્તાને જ લગાવ્યો છે. આ હરકત કરવા પાછળનું કારણ એ છે કે, તે અફઘાનિસ્તાન-તાલિબાન આતંકીઓ સાથે ઉભુ છે.

પાકની નાપાક હરકતો

પાકિસ્તાન આના માધ્યમથી મુત્તાકીના ભારત યાત્રા વચ્ચે નવી દલીલ કરી શકે. પાકિસ્તાનના ખૈબર પખતૂનખ્વા પ્રાંતમાં સુરક્ષા દળોએ તહરીક-એ-તાલિબાનના એક મોટા આતંકીને ઠાર માર્યો છે. જેના કારણે હોબાળો મચ્યો છે. આ બધી હરકતોમાં પાકિસ્તાનનો હાથ હોવાનું સામે આવ્યુ છે. અધિકારીઓના કહેવા પ્રમાણે, અફઘાન સરહદ સાથે જોડાયેલા બાજૌર જિલ્લાના ગબીર વિસ્તારમાં એક ગુપ્ત અભિયાન ચલાવવામાં આવ્યુ હતુ. આ દરમિયાન સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં કંધારી ઠાર મરાયો હતો.

ચાર સરકારી કર્મચારીઓનું અપહરણ

અફઘાનિસ્તાનના વિદેશ મંત્રીની ભારત યાત્રા યોજાવાની છે. આ યાત્રા પહેલા પાકિસ્તાન પોતાની ચાલ રમી રહ્યુ છે. પાડોશી દેશ બતાવવા માગે છે કે, અફઘાનની ધરતી પર પણ આતંક ચાલી રહ્યો છે. અહીં પણ આતંકીઓ તૈયાર થાય છે. અને આ મુદ્દે ચર્ચા કરી શકે. બન્નૂ જિલ્લામાં બે વિવિધ ઘટનાઓમાં ચાર સરકારી કર્મચારીઓનું અપહરણ કરવામાં આવ્યુ છે. તંત્રના કહ્યા મુજબ 15થી 20 હથિયારધારી લોકો બે વાહનોમાં આવ્યા હતા. અને કર્મચારીઓનું અપહરણ કર્યુ હતુ. 

  • Follow us on: