પાકિસ્તાનમાં એક સ્ટ્રાઇક બાદ ટ્રેન દુર્ઘટના ઘટી છે. એર સ્ટ્રાઇ પોતે પોકિસ્તાનની સેનાએ કરી હતી, પરંતુ શક જતાવવામાં આવ્યો છે કે ટ્રેન દુર્ઘટના બલૂચ લિબરેશન આર્મીએ કરાવ્યો છે. કારણ કે માર્ચ મહિનામાં જે ટ્રેનનું હાઇજેક થયી હતી તે જ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ છે.


મોતની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી 

પાકિસ્તાનમાં એક ગંભીર ટ્રેન દુર્ઘટના થઈ છે જેમાં ઘણા લોકો ઘાયલ થયા છે અને કેટલાકના મોતની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. માહિતી અનુસાર, જાફર એક્સપ્રેસ ટ્રેનમાં જોરદાર વિસ્ફોટ થયો હતો, જેના કારણે ટ્રેન પાટાં પરથી ઉતરી ગઈ અને પલટી ગઈ. આ દુર્ઘટના સિંધ-બલૂચિસ્તાન સરહદે આવેલા સુલ્તાનકોટ વિસ્તારમાં બની હતી. જાફર એક્સપ્રેસ ક્વેટા જવા માટે નીકળી હતી ત્યારે પટરી પર મૂકવામાં આવેલ ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોસિવ ડિવાઇસ (IED) માં વિસ્ફોટ થતાં ટ્રેનના અનેક ડબ્બા પટરી પરથી ઉતરી ગયા.

હુમલાખોરની શોધમાં લાગી પોલીસ

મળતી માહિતી અનુસાર, હજુ સુધી મૃત્યુ પામનાર અને ઘાયલ લોકોની ચોક્કસ સંખ્યા સામે આવી નથી, પરંતુ રેસ્ક્યુ ટીમો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ઘાયલ લોકોને હોસ્પિટલ પહોંચાડવામાં આવી રહ્યા છે. આ હુમલો કોણે કર્યો? પાટાં પર વિસ્ફોટક કોણે મૂક્યું? તેની તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં હુમલાનું શંકાસ્પદ તત્વ બલૂચ લિબરેશન આર્મી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, પણ હજી સુધી તેની પુષ્ટિ થઇ નથી અને કોઈએ આ હુમલાની જવાબદારી પણ લીધી નથી.

ટ્રેનો અને વાહનોની અવરજવર બંધ

મળતી માહિતી અનુસાર, ઘટનાસ્થળે ટ્રેનોની અવરજવર રોકી દેવામાં આવી છે. રસ્તા પરથી જતા વાહનો પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પાટાં પર પડેલા કાટમાળને હટાવવામાં આવી રહ્યો છેે. સુરક્ષા એજન્સીઓએ વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. નોંધનીય છે કે છેલ્લા કેટલાક મહિનાઓથી જાફર એક્સપ્રેસને સતત નિશાન બનાવવામાં આવી રહી છે. ઓગસ્ટ 2025માં પણ બલૂચિસ્તાનના મસ્તૂંગ જિલ્લાના નજીક આવું જ એક IED વિસ્ફોટ થયો હતો જેમાં ટ્રેનના 6 ડબ્બા પટરી પરથી ઉતરી ગયા હતા.


  • Follow us on: