અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે વ્હાઇટ હાઉસમાં કહ્યુ કે ગાઝા ડીલ પર જલ્દી જ સમજૂતી થઇ શકે છે અને આ દિશામાં જબરદસ્ત પ્રગતિ થઇ છે. તેમણે કહ્યુ કે ઇરાન તરફથી સકારાત્મક સંકેત મળ્યા છે અને તુ્ર્કી રાષ્ટ્રપતિ એર્દોગન સાથે વાતચીત થઇ.તો, ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ ટ્રમ્પની 20 પોઇન્ટની યોજનાનો બેમનથી સ્વીકાર કર્યો છે.
ઇરાન તરફથી સારો પ્રતિસાદ મળ્યો
વ્હાઇટ હાઉસ સ્થિત ઓવલ ઓફિસમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝા યુદ્ધને લઇને આશા જતાવી. તેમણે કહ્યુ કે ગાઝા ડીલ પર ખૂબ જ જલ્દી સમજૂતી થઇ શકે છે કારણ કે આ દિશામાં સારી પ્રગતિ થતી જોઇ શકાય છે. ટ્રમ્પે એ પણ કહ્યુ કે ઇરાન તરફથી મજબૂત સિગ્નલ મળ્યા છે કે તે આ સમજૂતી સાથે આગળ વધતા જોવા ઇચ્છે છે. તેમણે આ વાત ત્યારે કહી જ્યારે મિસ્ત્રમાં ઇઝરાયલ અને હમાસ વચ્ચે વાતચીત શરૂ થઇ છે.
હમાસ અનેક મહત્વપૂર્ણ વાતો પર સહમત
ટ્રમ્પે કહ્યુ કે તેમણે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂને એમ નથી કહ્યુ કે બંધક સમજૂતીને લઇને નકારાત્મક ટિપ્પણી કરવું બંધ કરે, પરંતુ આ સ્પષ્ટ છે કે હમાસ અનેક મહત્વપૂર્ણ વાતો પર સહમત થઇ ચૂક્યા છે. તેમણે આગળ વધુમાં કહ્યુ કે તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈયપ ઇર્દોગન સાથે ફોન પર વાતચીત કરી. ટ્રમ્પ પ્રમાણે એર્દોગન-જે હમાસના સહયોગી અને ઇઝરાયલના મુખ્ય આલોચક માનવામાં આવે છે. અને આ ડીલને આગળ વધારવામાં મદદ કરી છે. ટ્રમ્પે જણાવ્યુ કે તેમણે ઇર્દોગનને કહ્યુ કે તે આ સુનિશ્ચિત કરે કે હમાસ સીઝફાયરનો પ્રસ્તાવ ખારિજ ન કરે.
નેતન્યાહૂએ ટ્રમ્પની ગાઝા યોજનાને અનિચ્છાએ સ્વીકારી
વડાપ્રધાન નેતન્યાહૂએ ટ્રમ્પની 20 પોઇન્ટ યોજનાને અનિચ્છાએ સ્વીકારી છે. અમેરિકી રાષ્ટ્રપતિએ પહેલાં પણ કહ્યુ હતુ કે તેમણે નેતન્યાહૂ પર દબાણ નાખ્યું છે તે આ પ્રસ્તાવને મંજૂરી આપે. શુક્રવારે ટ્રમ્પે નેતન્યાહૂને કહ્યુ હતુ કે તે હંમેશા એટલાં જ નેગેટિવ રહે છે અને સાથે એમ પણ કહ્યુ કે એ પણ ત્યારે જ્યારે હમાસ વાસ્તવમાં બિંદુઓ પર સહમતિ જતાવી રહ્યા છે.