ભારતને કાબુમાં કરવા માટે ટ્રમ્પ તરફથી લેવાયેલો ટેરિફ નિર્ણય એકંદરે નિષ્ફળ ગયો હોય એવું લાગી રહ્યું છે, જે બાદ હવે ગમે તેમ કરીને ભારત પર ગુસ્સો ઉતારવા માટે ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં અભ્યાસ કરતા ભારતીય વિધાર્થીઓ સામે મોરચો માંડ્યો છે.


ભારતીય વિદ્યાર્થીઓ ગુસ્સો ઠાલવ્યો

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રને જાણે વિશ્વમાં એકમાત્ર દેશ ભારત દેખાઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે. ભારત પર અઢળક ટેરિફ લગાવ્યા બાદ પણ શાંતિ નહીં મળતા હવે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુએસ સરકાર સાથે જોડાયેલ યુનિવર્સિટીઓને એક મેમો મોકલ્યો છે, જેમાં તેમને ચોક્કસ શરતો પૂરી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. નિષ્ણાતોના મત મુજબ આ મેમો માત્ર ને માત્ર ભારતીય વિદ્યાર્થીઓ પર પોતાનો ગુસ્સો ઉતારવા માટે જાહેર કરવામાં આવ્યો છે.

ટ્રમ્પના વહીવટીતંત્રે જાહેર કર્યો 10 મુદાનો મેમો

વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા મર્યાદિત કરવી: નવા આદેશ મુજબ અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા 15 ટકાથી વધુ હોવી જોઈએ નહીં.

દરેક દેશના વિદ્યાર્થીઓની સંખ્યા મર્યાદિત કરવી: નવા આદેશ મુજબ કોઈપણ એક દેશના વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની વસ્તીના 5 ટકાથી વધુ ન હોવા જોઈએ.

ભરતી મેરિટ પર આધારિત હોવી જોઈએ: નવા આદેશ મુજબ યુનિવર્સિટીમાં ભરતી મેરિટ પર આધારિત હોવી જોઈએ ક્યારેય પણ કોઈ ખાનગી વહીવટનો ઉપયોગ કર્યા વિના.

પાંચ વર્ષની ટ્યુશન ફી ફ્રીઝ: નવા આદેશ મુજબ યુનિવર્સિટીઓએ પાંચ વર્ષ માટે ટ્યુશન ફી ફ્રીઝ કરવી જોઈએ.

સમાન પરીક્ષાઓ ફરજિયાત હોવી જોઈએ: નવા આદેશ મુજબ કોલેજો માટે પ્રમાણિત પરીક્ષણો ફરજિયાત રાખવા જોઈએ અથવા તો સમાન પરીક્ષાઓ ફરજિયાત બનાવવી જોઈએ.

સખત ગ્રેડિંગ પ્રક્રિયા: નવા આદેશ મુજબ યુનિવર્સિટીઓને વધુ સખત ગ્રેડિંગ પ્રક્રિયા લાગુ કરવા આદેશ કરવામાંઆ આવ્યા છે.

વિચારધારાઓને સમાયોજિત કરો: નવા આદેશ મુજબ હવે યુનિવર્સિટીઓને એવું વાતાવરણ બનાવવાનો નિર્દેશ આપે છે જ્યાં વિવિધ રાજકીય અને વૈચારિક દ્રષ્ટિકોણ ખીલે. એકંદરે, બધી વિચારધારાઓ માટે જગ્યા હોવી જોઈએ.

રૂઢિચુસ્ત વિચારો ધરાવતા અભ્યાસક્રમો સમાપ્ત કરો: નવા આદેશ મુજબ હવે યુનિવર્સિટીઓને રૂઢિચુસ્ત વિચારો સામે હિંસા અથવા સજાની ચર્ચા કરતા અભ્યાસક્રમો અને એકમોને દૂર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

વિદ્યાર્થી ઓળખ: નવા આદેશ મુજબ અમેરિકન અને પશ્ચિમી મૂલ્યોને સમર્થન આપતા વિદ્યાર્થીઓને જ પ્રવેશ આપવામાં આવશે.

ફેડરલ એજન્સીઓ સાથે વિદેશી વિદ્યાર્થી માહિતી શેર કરો: નવા આદેશ મુજબ વિદેશી વિદ્યાર્થીઓ વિશેની બધી માહિતી સરકારી ફેડરલ એજન્સીઓ સાથે શેર કરવામાં આવશે.


  • Follow us on: