ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂનો દાવો વિસ્ફોટક છે. તેમણે કહ્યુ કે ઇરાન 8000 કિલોમીટર સુધી મારી સકવામાં સક્ષમ ઇન્ટર કોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ બનાવી રહ્યો છે. તેમણે કહ્યુ કે જો આ મિસાયલની ક્ષમતા સહેજ પણ વધારી દેવામાં આવો તો અમેરિકા શહેર ઇરાની એટોમિક ગનના દાયરામાં હશે.
રેન્જમાં ન્યૂયોર્ક અને વોશ્ગિંટન જેવા શહેરો આવી શકે
ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુનો દાવો છે કે જલ્દી જ અમેરિકાના મોટા શહેરો ઇરાની એટોમિક ગનના દાયરામાં હશે. એક ઇન્ટરવ્યુ દરમિયાન નેતન્યાહૂએ કહ્યુ કે ઇરાન 8000 કિલોમીટર સુધી મારી શકે તેવી ઇન્ટર કોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ બનાવી રહ્યો છે. તેમણે કહ્યુ કે જો આ મિસાઇલની ક્ષમતા 3000 કિલોમીટર વધુ વધારી દેવામાં આવો તો તેની રેન્જમાં ન્યૂયોર્ક અને વોશ્ગિંટન જેવા શહેરો હશે.













