તાજેતરમાં ચાલી રહેલ આઈસીસી મહિલા વર્લ્ડ કપ 2025 કે જે ભારત અને શ્રીલંકામાં રમાઈ રહ્યો છે તેમાં દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચેમાં મુકાબલા બાદ કેપ્ટન સોફી ડિવાઈન ભાવુક થઈને રડી પડી હતી.


કેપ્ટન સોફી ડિવાઈનની મહેનત વ્યર્થ ગઈ

ગઈકાલે એટેલ કે 6 ઓક્ટોબરના રોજ ઇન્દોરના હોલકર સ્ટેડિયમ ખાતે દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટુર્નામેન્ટનો 7મો મુકાબલો થયો હતો જે મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમનો દક્ષિણ આફ્રિકા સામે 6 વિકેટથી પરાજય થયો હતો. આ મેચમાં ન્યુઝીલેન્ડ 47.5 ઓવરમાં 231 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું જેમાં સોફી ડિવાઈને સૌથી વધુ 85 રન ફટકાર્યા હતા પરંતુ ડિવાઈનની મહેનત વ્યર્થ ગઈ હતી કેમકે દક્ષિણ આફ્રિકાએ 41મી ઓવરમાં 232 રનનો લક્ષ્યાંક પાર કરીને મેચ જીતી લીધી હતી.



મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરીને ભાવુક થઈ કેપ્ટન

ચોક્કસથી આઈસીસી મહિલા વર્લ્ડ કપ 2025 માં સતત બીજી હારનો સામનો કરવાથી ન્યુઝીલેન્ડનની ક્રિકેટ ટીમ નિરાશ થઈ હતી પરંતુ દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં ટીમના કેપ્ટન સોફી ડિવાઈને એક મોટી સિદ્ધિ હાંસલ કરી હતી. દક્ષિણ આફ્રિકા સામેની મેચ ડિવાઈનની 300મી આંતરરાષ્ટ્રીય મેચ હતી અને આમ કરનારી તે વિશ્વની સાતમી મહિલા ક્રિકેટર બની ગઈ હતી. આ મહત્વપૂર્ણ દિવસે ડિવાઈનને ટીમ તરફથી એક ખાસ બેટની ભેટ મળી, જેનો એક વીડિયો ICC દ્વારા ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે જેમાં ડિવાઈન ભાવુક થઈને રડી પડે છે.


  • Follow us on: