ચિરાગ પાસવાને મોટી જાહેરાત કરી છે. અને જણાવ્યુ છે કે, તેઓ બિહારમાં NDA ગઠબંધનનો ભાગ નથી. તેમણે કહ્યું કે હું એકલા ચૂંટણી લડીશ પણ ક્યારેય મહાગઠબંધનમાં જોડાઈશ નહી. ચિરાગે વધુમાં કહ્યું હતુ કે, મેં નક્કી કર્યું છે કે અમે કઈ બેઠક પર ચૂંટણી લડીશું, કેટલી બેઠકો પર ચૂંટણી લડીશું. મારું હોમવર્ક પૂર્ણ કર્યુ છે.


બિહારમાં રાજકીય ગરમાવો

ચિરાગ પાસવાનની જાહેરાત બાદ બિહારમાં રાજકીય ગરમાવો આવ્યો છે. આ દરમિયાન ચિરાગે જન સૂરજના વડા પ્રશાંત કિશોરની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે પ્રશાંત કિશોર જાતિ વિશે વાત કરતા નથી. તેથી જ તેઓ યોગ્ય લાગે છે. આ દરમિયાન ચિરાગે વિપક્ષ પર પણ પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે વિપક્ષ હતાશ છે. ચિરાગે કહ્યું કે રાહુલ ગાંધી ક્યારેય વડા પ્રધાન નહીં બને. મત ચોરી એ વિપક્ષનું નવું બહાનું છે. ચિરાગે કહ્યું કે વિપક્ષ વિદેશી વ્યક્તિ પર વિશ્વાસ કરે છે પણ ભારતના પીએમ પર નહીં. વિપક્ષ ચોથી અર્થવ્યવસ્થાને મૃત કહેવાનું પસંદ કરે છે. આ દરમિયાન તેમણે નીતિશના સ્વાસ્થ્ય વિશે પણ નિવેદન આપ્યું અને કહ્યું કે નીતિશ કુમારનું સ્વાસ્થ્ય બિલકુલ ઠીક છે. હું જૂઠું બોલતો નથી. હું બિહારથી ચૂંટણી લડવા માંગુ છું પરંતુ પાર્ટી સ્તરે હજુ પણ ચર્ચાઓ ચાલી રહી છે.

ચિરાગની રાહ હવે એકલા થઇને ચૂંટણી લડવાની

બિહાર વિધાનસભા ચૂંટણી એકદંરે રસપ્રદ બનતી જઇ રહી છે. રોજ નવા નવા હોબાળાઓ થઇ રહ્યા છે. તેજ પ્રતાપ યાદવ પોતાના પ્રેમ સંબંધો અને પારિવારિક ઝઘડાના કારણે ચર્ચાનો વિષય બન્યા છે. તો તેજસ્વી યાદવ વોટર કાર્ડ મામલે સંબોધનો કરતા રહે છે. આ બધાની વચ્ચે ચિરાગની રાહ હવે એકલા થઇને ચૂંટણી લડવાની છે. તેથી આ વિધાસભા ચૂંટણીમાં જીત હાર કરતા ઉમેદવારો વચ્ચેની જાહેરાતો અને રસાકસી આકર્ષણનું કેન્દ્ર બની છે.  

  • Follow us on: