દિલ્હીના મુખ્યમંત્રી પર જન સુનાવણી કાર્યક્રમ વખતે હુમલો કરનારા રાજકોટના રાજેશ ખીમજી સામે હત્યાની કોશિશ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ પોલીસ તેની તપાસ કરી રહી છે.


મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર 80 સેકન્ડ સુધી હુમલો કર્યો

રાજકોટના રાજેશે મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર 80 સેકન્ડ સુધી હુમલો કર્યો હોવાનું બહાર આવ્યું છે જેમાં તેમણે તેણીના વાળ ખેંચ્યા હતા તથા તેમને પકડી રાખ્યા હતા. જો કે સુરત જ સુરક્ષા કર્મચારીઓ હરકતમાં આવ્યા હતા અને મુખ્યમંત્રીને છોડાવાની કોશિશ કરી હતી. હાલ ગુપ્તચર એજન્સી અને દિલ્હી પોલીસની સ્પેશ્યલ ટીમ રાજેશની પૂછપરછ કરી રહી છે અને તેને કોર્ટમાં રજૂ કરીને તેના રિમાન્ડ માગવામાં આવશે.

 હત્યાની કોશિશ હેઠળ ગુનો નોંધાયો

દરમિયાન સિવીલ લાઇન્સ પોલીસ સ્ટેશનમાં રાજેશ ખીમજી સામે બીએનએસની કલમો હેઠળ ગુનો નોંધાયો છે જેમાં સરકારી કર્મચારી પર હુમલો, સરકારી કર્મચારીના કામમાં અડચણ પેદા કરવી, તથા હત્યાની કોશિશ હેઠળ ગુનો નોંધાયો છે

ગુજરાતમાં તેના મિત્રને ફોન કર્યો

તપાસમાં બહાર આવ્યું કે આરોપી રાજેશે હુમલો કરતા પહેલાં ગુજરાતમાં તેના મિત્રને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે તે શાલીમાર બાગ સ્થિત મુખ્યમંત્રી આવાસ ખાતે પહોંચી ગયો છે. તપાસમાં જાણવા મળ્યું છે કે રાજેશ પહેલી વખત જ દિલ્હી આવેલો છે.

હાથ રિક્ષા દ્વારા મુખ્યમંત્રીની કેમ્પ ઓફિસ ખાતે પહોંચ્યો

પોલીસે સીસી ટીવી ચેક કરતા તે હાથ રિક્ષા દ્વારા મુખ્યમંત્રીની કેમ્પ ઓફિસ ખાતે પહોંચ્યો હોવાનું જોવા મળ્યું હતું. તે ફરિયાદી બનીને કેમ્પ કાર્યાલયમાં ઘુસ્યો હતો . તે જેલમાં બંધ એક સગાની મુક્તીની માગ સાથે મુખ્યમંત્રીને મળવા પહોંચ્યો હતો.

 હુમલો કેવી રીતે થયો

જ્યારે રેખા ગુપ્તા તેની સમક્ષ પહોંચ્યા ત્યારે રાજેશે તેમને કેટલાક કાગળો આપ્યા હતા અને પછી તેમની પર જોરજોરથી બુમો પાડવા લાગ્યો હતો. સુત્રોએ કહ્યું કે રાજેશે પહેલા મુખ્યમંત્રીને થપ્પડ મારી અને પછી તેમને ધક્કો માર્યો હતો. ધક્કો લાગવાથી મુખ્યમંત્રી કાબુ ગુમાવી બેઠા હતા પણ પાછળ દિવાલ હોવાથી નીચે પડતાં બચી ગયા હતા. બીજી જ ક્ષણે હુમલાખોર રાજેશે મુખ્યમંત્રીના વાળ પકડી લીધા હતા તુરતજ સુરક્ષા કર્મીઓએ તેને પકડી ને હાથ પર પ્રહાર કર્યો હતો 

  • Follow us on: