લાલુ પ્રસાદ યાદવના વિશ્વાસુ વ્યક્તિ હતા દુલારચંદ યાદવ. આરજેડીના સક્રિય કાર્યકર ગણવામાં આવ્યા હતા.

લાલુ પ્રસાદ યાદવના વિશ્વાસુ હતા દુલારચંદ યાદવ

વર્ષ 1990ના દશકમાં લાલુ પ્રસાદ યાદવના સત્તાના દૌરમાં દુલારચંદ લાલુના નજીકના વ્યક્તિમાં સામેલ હતા. તેઓ સક્રિય કાર્યકર હતા. 1990ના દશકમાં લાલુ યાદવના સત્તાના સમયમાં દુલારચંદ યાદવની પકડ ઘણા ક્ષેત્રમાં મજબૂત જોવા મળતી હતી. બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા રક્તરંજિત માહોલ જોવા મળ્યો છે. બે પક્ષો વચ્ચે મારામારી થઇ હતી. અને આ ઉગ્ર હિંસા દરમિયાન ફાયરિંગ કરવામાં આવી હતી. અને તેમાં દુલારચંદ યાદવને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો.

રાજનીતિની સાથે સામાજિક કાર્યોમાં પણ આગળ

રાજનીતિની સાથે દુલારચંદ સ્થાનિક સામાજિક કાર્યોમાં પણ પોતાની અલગ છાપ ધરાવતા હતા. હમણાના વર્ષોમાં જન સુરાજ આંદોલનના સમર્થનમાં હતા. અને મોકામા બેઠકથી ચૂંટણી લડી રહેલા પીયુષ પ્રિયદર્શીના નજીકના વ્યક્તિ હતા. થોડા દિવસો પહેલા તેઓએ લલ્લૂ મુખિયાના સમર્થનમાં એક ચૂંટણી ગીત ગાયુ હતુ. અને તે સોશિયલ મીડિયામાં વાયરલ થયુ હતુ. મોકામા ટાલ વિસ્તાર રાજનૈતિકરૂપથી સંવેદનશીલ ગણવામાં આવે છે. અહીં રાજનીતિ અને ગુનાઓનો અલગ માહોલ છે. અને બન્ને એકબીજા સાથે સંકળાયેલા છે.

પીયુષ પ્રિયદર્શીએ હુમલાની નિંદા કરી

મોકામા બેઠકથી ચૂંટણી લડી રહેલા જન સુરાજ પક્ષના ઉમેદવાર પીયુષ પ્રિયદર્શીએ હુમલાની નિંદા કરી છે. પાર્ટીના અધ્યક્ષ મનોજ ભારતીએ કહ્યુ છે કે, આ ઘટના લોકતાંત્રિક અધિકારોની હત્યા છે. પોલીસ આ મામલે તપાસ કરે અને ન્યાય મળે તે માટે અપીલ કરી છે. બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા પ્રકારની ઘટનાથી હડકંપ મચ્યો છે. 

  • Follow us on: