જેડીયુના ઉમેદવાર અનંત સિંહે આરજેડીના ઉમેદવાર વીણા દેવીના પતિ સૂરજભાન તો સૂરજભાન સિંહે પોલીસ અને ચૂંટણી પંચ પર આરોપ લગાવ્યા છે.

અનંત સિંહને બનાવાયા આરોપી

બિહાર વિધાનસભા ચૂંટણી 2025માં પ્રચારનો દૌર જોરશોરથી ચાલી રહ્યો છે. તેવામાં હત્યાનો બનાવ સામે આવતા સૌ કોઇ ચૌંકી ઉઠ્યા છે. અને દરેક ક્ષેત્રે હડકંપ જોવા મળ્યો છે. દુલારચંદ યાદવના હત્યા મામલે તેમના પૌત્ર રવિરંજન અને અન્ય સંબંધીઓના નિવેદન લેવાયા છે. અને તેમના નિવેદનોના આધારે પાંચ લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ હત્યા કેસમાં જેડીયુના ઉમેદવાર અને બાહુબલી અનંત સિંહને પણ આરોપી બનાવવામાં આવ્યા છે.

સમર્થકોમાં હત્યાકાંડથી આક્રોશ

દુલારચંદ યાદવના સમર્થકો આ હત્યાકાંડથી આક્રોશમાં છે. ભારે વરસાદ હોવા છતા પણ દુલારચંદ યાદવનો મૃતદેહ બાઢ શહેરમાં રાખવામાં આવ્યો છે. દુલારચંદ યાદવના સમર્થકો આ ઘટના બાદ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. એટલે જ રાજનૈતિક ગલીઓમાં તેની ચર્ચા થઇ રહી છે. આ હત્યાકાંડ બાદ જેડીયુના ઉમેદવાર અનંત સિંહ અને આરજેડી ઉમેદવાર વીણા દેવીના પતિ સૂરજભાનને પોતાનો પક્ષ મુક્યો હતો.

અનંત સિંહે શું કહ્યુ ?

દુવારચંદ યાદવ હત્યાકાંડ મામેલ અનંત સિંહે કહ્યુ હતુ કે, અમે ટાલ ક્ષેત્રમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા,. રસ્તામાં 100 જેટલી ગાડીઓ ઉભી છે. અમને જોઇને એ લોકો 'મુર્દાબાદ'ના નારા લગાવવા લાગ્યા હતા. ત્યારે અમે કહ્યુ કોઇ કંઇ બોલશે નહી. અમે 40 ગાડીઓ લઇને ચાલી રહ્યા હતા. અમે 30 ગાડીઓ લઇને આગળ વધ્યા હતા. 10 ગાડીઓ અમારી પાછળ હતી. સામેના લોકો પથ્થર લઇને ઉભા હતા. તેઓએ અમારી પર હુમલો કર્યો હતો.

સૂરજભાન સિંહે શું કહ્યુ ?

તો આ તરફ, સૂરજભાન સિંહે કહ્યુ હતુ કે, આ એક વ્યક્તિની હત્યા નથી. આ લોકતંત્રનું હનન છે. આ કેસમાં બદનામી ચૂંટણી પંચની છે. ચૂંટણી પંચને વિનંતી છે કે, આ મામલે તપાસ પંચની રચના કરવામાં આવે. કોર્ટને અપીલ છે કે, આ મામલે નિવૃત્ત જજની સમિતી બનાવવામાં આવે. જેનાથી સત્ય જાતે જ સામે આવશે. એક બેઠક પર 10થી 15 ઉમેદવાર હોય છે. જેને કારણે ચૂંટણી પંચ તમામને સુરક્ષા ન આપી શકે. 

  • Follow us on: