પીએ મોદી તંદુરસ્તી પર ખાસ ધ્યાન આપે છે. તેથી તેમના જન્મદિવસ પર હેલ્થ સાથે જોડાયેલી પ્રવૃત્તિ હાથ ઘરવામાં આવી છે. યુવાઓ માટે 75 સ્થળોએ મેરેથોન યોજવામાં આવશે. જેને લઇને વિશેષ તૈયારીઓ શરૂ કરાઇ છે.
પીએ મોદીના જન્મદિન નિમિત્તે આયોજન
'નમો યુવા દોડ' અભિયાન મામલે ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યાએ કહ્યું હતુ કે, જ્યારે અમે આ પ્રોજેક્ટની ચર્ચા શરૂ કરી હતી. ત્યારે તેમના મનમાં કોઈ શંકા ન હતી. અમે આ દોડના મુખ્ય મહેમાન અને રાજદૂત તરીકે ફિટનેસ મોડેલને આમંત્રણ આપવા માંગીયે છીએ. હું મારા હાઇસ્કૂલના દિવસોથી મિલિંદ સોમનની ફિટનેસ સિદ્ધિઓને અનુસરી રહ્યો છું. તે આજે ભારતમાં સૌથી ફિટ વ્યક્તિ છે અને ભારતીયો માટે ફિટ અને આત્મનિર્ભર રહેવાનું સૌથી મોટું ઉદાહરણ છે. મેં તેમને બે દિવસ પહેલા જ આ કાર્યક્રમના ઉદ્ઘાટનમાં આવવા વિનંતી કરી હતી. તેમણે તરત જ સંમતિ આપી હતી.
Also Read
PM Modi પૂરગ્રસ્ત Punjabના ગુરદાસપુરની 9 સપ્ટેમ્બરે લેશે મુલાકાત, અસરગ્રસ્ત વિસ્તારોની કરશે સમીક્ષા
PM Modiએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે ફોન પર કરી વાતચીત, યુક્રેનની સ્થિતિને લઈને કરી ચર્ચા
Trump On PM Modi: અમેરિકી રાષ્ટ્રપતિ પોતાના વિચારો વારંવાર બદલવા ટેવાયેલા, ટ્રમ્પના નિવેદનથી પૂર્વ ભારતીય રાજદૂતે ચેતવ્યા
'નમો યુવા દોડ'નું આયોજન
ભાજપ યુવા મોરચા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી ખૂબ જ ખાસ રીતે કરવા જઈ રહ્યું છે. આ વખતે નમો યુવા દોડ 75 સ્થળોએ યોજાશે. ભાજપ યુવા મોરચા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર 'નમો યુવા દોડ'નું આયોજન કરવા જઈ રહ્યું છે. દેશમાં 75 સ્થળોએ મેરેથોનનું આયોજન કરવામાં આવશે. 'નમો યુવા દોડ' અભિયાન અંગે ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યાએ કહ્યું, જ્યારે અમે આ પ્રોજેક્ટ પર ચર્ચા શરૂ કરી, ત્યારે મારા મનમાં કોઈ શંકા નહોતી કે અમે આ દોડના મુખ્ય મહેમાન અને રાજદૂત કોને બનાવવા માંગીએ છીએ.










