વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુએલ મેક્રો સાથે ફોન પર વાતચીત કરી છે. આ બંને નેતાઓએ ભારત-ફ્રાન્સની વચ્ચે દ્વિપક્ષીય સહયોગમાં પ્રગતિની સમીક્ષા કરી અને યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષને પૂર્ણ કરવાના પ્રયત્નોમાં ચર્ચા કરી. વડાપ્રધાન મોદીએ પોતાના એક્સ હેન્ડલ પર પોસ્ટ કરીને આ જાણકારી આપી છે.













