અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારત વચ્ચે ચાલી રહેલા ટેરિફ વોર વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીની પ્રશંસા કરી હતી. જેને લઇને પીએમ મોદીએ તેમનો દિલથી આભાર માન્યો છે. સાથે જ જણાવ્યું કે ટ્રમ્પની ભાવનાઓનું સંપૂર્ણ રીતે સન્માન કરુ છું.
પીએમ મોદીએ ટ્રમ્પના નિવેદનની કરી સરાહના
પીએમ મોદીએ ટ્વિટ કરતાં કહ્યું કે ભારત અને અમેરિકાના સંબંધોની સકારાત્મક મૂલ્યાંકનની ઊંડાણપૂર્વક પ્રશંસા કરું છું . અમેરિકા સાથે દૂરદર્શી , વૈશ્વિક અને રણનીતિક ભાગીદારી છે. ભારત અને અમેરિકા ખૂબ જ સકારાત્મક અને ભવિષ્યલક્ષી વ્યાપક અને વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી ધરાવે છે તેમ જણાવ્યું હતું. બંને દેશો વચ્ચેના સંબંધનુ સકારાત્મક મૂલ્યાંકન કરવા બદલ આભાર માન્યો હતો.
ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીની કરી હતી પ્રશંસા
ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથે સંબંધો ખાસ કરીને પીએમ મોદીને લઇને વધુ એક મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અત્યારે બંને દેશો વચ્ચે ભલે તણાવ છે. પરંતુ પીએમ મોદી અને હું મિત્રો રહીશું.ટ્રમ્પે આગળ લખ્યું કે તેઓ મહાન પીએમ છે. તેઓ ગ્રેટ છે. પરંતુ હાલ તેઓ જે કરી રહ્યા છે તે મને પસંદ નથી. પરંતુ ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો ખૂબ જ ખાસ છે. આ અંગે ચિંતા કરવાની કોઈ વાત નથી કારણ કે બંને દેશો વચ્ચે આવી ક્ષણો ક્યારેક આવે છે. ડોનાલ્ડ ટ્રમ્પને જ્યારે પૂછવામાં આવ્યું હતું કે શું તેઓ ભારત સાથે ફરીથી સંબંધો સુધારવા માટે તૈયાર છે? તેના જવાબમાં તેઓએ આ જવાબ આપ્યો હતો.ઉલ્લેખનીય છે કે ટેરિફને કારણે બંને દેશો વચ્ચેના સંબંધો છેલ્લા બે દાયકામાં સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે.
હું ભારતથી નિરાશ છું કારણ કે...
આ સાથે ડોનાલ્ડ ટ્રમ્પે એમ પણ કહ્યું કે તેઓ ખૂબ જ નિરાશ છે કે ભારત રશિયા પાસેથી ઘણું તેલ ખરીદી રહ્યું છે. અમે ભારત પર ઘણો ટેરિફ લાદ્યો છે, પચાસ ટકા ટેરિફ. મારા પીએમ મોદી સાથે સારા સંબંધો છે. તેઓ મહાન છે. તેઓ થોડા મહિના પહેલા અહીં આવ્યા હતા. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે ભારત અને અન્ય દેશો સાથે વેપાર વાટાઘાટો કેવી રીતે ચાલી રહી છે, ત્યારે ટ્રમ્પે કહ્યું કે સારી રીતે ચાલી રહ્યું છે. અમે યુરોપિયન યુનિયનથી ખૂબ નિરાશ છીએ.