વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે બે પ્રમુખ નેશનલ હાઇવે યોજના દ્વારકા એક્સપ્રેસના દિલ્હી ભાગ તથા શહેર વિસ્તારના રસ્તા-2નું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે રોહિણી વિસ્તારમાં રોડ શો પણ કર્યો હતો અને જનસભાને પણ સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે મારો હેતુ મજબૂત ઇન્ફ્રાસ્ટ્રકચર પુરુ પાડવાનો છે. અને દિલ્હી વિકાસની ક્રાંતિ છે. તેમણે કહ્યું કે પહેલા ફાઇલો માં કામ થતું હતું હવે જમીન પર કામ થઇ રહ્યા છે.
PM નરેન્દ્ર મોદીએ દિલ્હીને ભેટ આપી
PM નરેન્દ્ર મોદીએ લગભગ આજે દિલ્હીને 11,000 કરોડની બે મહત્વપૂર્ણ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન કરીને અનોખી ભેટ આપી છે. આ યોજનાઓમાં દિલ્હીના દ્વારકા એક્સપ્રેસવે અને અર્બન એક્સટેન્શન રોડ-2 (UER-2)નો સમાવેશ થાય છે. આ બંને પ્રોજેક્ટોનો હેતુ દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યાને ઓછી કરવો, મુસાફરીનો સમય ઘટાડવો અને રાજધાનીને ટ્રાફિકજામથી મુક્તિ આપવી છે.
દિલ્હી માટે ગેમ ચેન્જર
આ કોરિડોર ખાસ કરીને દિલ્હી માટે ગેમ ચેન્જર સાબિત થશે. IGI એરપોર્ટ સુધી હવે માત્ર 40 મિનિટમાં પહોંચવાનું શક્ય બનશે તો એનસીઆર (NCR)માંથી ચંડીગઢ જવાનું પણ સરળ બનશે. ઉદ્ઘાટન સમારંભ દરમિયાન વડાપ્રધાન મોદીને સાથે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરી, દિલ્હીની મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈની પણ હાજર રહ્યા.
દિલ્હીને એક રીતે ખાડામાં જ ધકેલી દેવાયું
વડાપ્રધાને આપ અને કોંગ્રેસને ઘેરતા કહ્યું કે પાછળની સરકારોએ દિલ્હીને કેવી રીતે બરબાર કર્યું છે તે આપણે જાણીએ છીએ. દિલ્હીને એક રીતે ખાડામાં જ ધકેલી દેવાયું હતું. હું જાણું છું કે ભાજપની નવી સરકારને લાંબા સમયથી રહેલી મુશ્કેલીઓમાંથી દિલ્હીને બહાર કાઢવા માટે કેટલું અઘરું છે પણ મને ભરોસો છો કે દિલ્હીમાં જે ટીમને તમે ચૂંટી છે તે મહેનત કરીને પાછલા દાયકાઓની સમસ્યાઓથી દિલ્હીને બહાર કાઢશે
યમુનામાંથી આટલા સમયમાં 16 લાખ મેટ્રીક ટન શિલ્ટ હટાવાઇ
વડાપ્રધાને એમ પણ કહ્યું કે રેખા ગુપ્તાના નેતૃત્વની દિલ્હીની ભાજપની સરકાર યમુનાજીની સફાઇમાં પણ લગાતાર કામ કરી રહી છે. મને જણાવાયું છે કે યમુનામાંથી આટલા સમયમાં 16 લાખ મેટ્રીક ટન શિલ્ટ હટાવાઇ ગઇ છે. એટલું જ નહી પણ ભવિષ્યમાં ઓછા સમયમાં જ ઇલેકટ્રીક બસો પણ શરુ કરાશે આ ગ્રીન દિલ્હી ક્લિન દિલ્હીના મંત્રને મજબૂત કરવાનો છે
“ઓગષ્ટ ક્રાંતિ”ની યાદ અપાવતાં વડાપ્રધાને શું કહ્યું?
PM મોદીએ રોહિણી ખાતે આયોજિત જાહેરસભામાં કહ્યું કે, દ્વારકા એક્સપ્રેસવે અને અર્બન એક્સટેન્શન રોડની કનેક્ટિવિટીથી દિલ્હી-એનસીઆરના લોકોને મોટી રાહત મળશે. તેમણે ઉમેર્યું કે ઓગષ્ટનો મહિનો આજે પણ સ્વતંત્રતા અને ક્રાંતિના રંગમાં રંગાયેલો છે. દેશની રાજધાની હવે વિકાસ ક્રાંતિની સાક્ષી બની છે. થોડી વાર પહેલા જ દિલ્હી નવાં કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સથી જોડાઈ ગઈ છે.
વેપારીઓ, ઉદ્યોગકારો અને ખેડૂતોને વિશેષ લાભ
તેમણે વધુમાં કહ્યું કે નવી કનેક્ટિવિટીથી લોકોને ઓફિસ, ફેક્ટરી અને અન્ય સ્થળોએ જવા-આવવામાં સરળતા મળશે, અને તમામનો સમય બચશે. વેપારીઓ, ઉદ્યોગકારો અને ખેડૂતોને વિશેષ લાભ થશે. વિશ્વ જ્યારે ભારતને જોવે છે, ત્યારે તેનું પહેલું ધ્યાન દિલ્હીની તરફ જાય છે. માટે દિલ્હી વિકાસનું એવું મોડેલ બનવું જોઈએ કે જ્યાં દરેક નાગરિકને લાગે કે આ છે વિકાસશીલ ભારતની રાજધાની.
ટ્રાફિકજામથી રાહત મળશે
વડાપ્રધાને માર્ચ 2024માં દ્વારકા એક્સપ્રેસવેના 19 કિમી લાંબા હરિયાણા વિભાગનો ઉદ્ઘાટન કર્યું હતું. હવે 10.1 કિમી લાંબા દિલ્હી વિભાગનું નિર્માણ ₹5,360 કરોડની કિંમતે પૂર્ણ થયું છે. આ વિભાગ યશો ભૂમિ, મેટ્રોની બ્લૂ લાઇન અને ઓરેન્જ લાઇન, આવનારા બિજવાસન રેલવે સ્ટેશન અને દ્વારકા ક્લસ્ટર બસ ડેપો સાથે મલ્ટી-મોડલ કનેક્ટિવિટી પૂરી પાડશે.
નવા માર્ગોનું ઉદ્ઘાટન
પીએમ મોદીએ દિલ્હીથી અલિપુરથી દિઘાવં કલાં સુધીના વિભાગ અને બહાદુરગઢ તથા સોનીપતને જોડતા નવા માર્ગોનું પણ ઉદ્ઘાટન કર્યું. આ પ્રોજેક્ટનું નિર્માણ આશરે 5,580 કરોડમાં થયું છે. આ નવા માર્ગો દ્વારા દિલ્હીનો ધૌલા કુઆં, મુકર્બા ચૌક, NH-9 અને રિંગ રોડ જેવા મુખ્ય માર્ગો પર ટ્રાફિકનો ભાર ઘટશે. બહાદુરગઢ અને સોનીપત સુધી સીધી કનેક્ટિવિટી ઊભી થશે, જેનાથી ઉદ્યોગ વિસ્તાર સાથેનો સંપર્ક સુધરશે, માલ ધોરી વધુ ઝડપી થશે અને દિલ્હીભરના ટ્રાફિક પરનો દબાણ ઘટશે.













