બિહારની સીતામઢીમાં સભાને સંબોધીત કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે મહાગઠબંધનને પહેલા તબક્કામાં 65 વોલ્ટનો ઝટકો લાગ્યો છે અને બિહારના લોકોએ વિકાસને પસંદ કર્યો છે. જનતા બોલી રહી છે કે નથી જોઇતી કટ્ટા સરકાર
નહી ચાહીએ કટ્ટા સરકાર, ફીર એક બાર એનડીએ સરકાર
બિહારના બીજા તબક્કાની ચૂંટણી માટે પ્રચાર સભાને સંબોધીત કરી રહેલા પીએમ મોદીએ કહ્યું હતું કે જંગલરાજ વાળા માસૂમોનો ઉપયોગ કરી રહ્યા છે અને જંગલરાજમાં બિહારને નુકશાન થયું છે. આરજેડીવાળા ઉદ્યોગોને તાળા મારવાનું જ જાણે છે. તેમણે કહ્યું કે નહી ચાહીએ કટ્ટા સરકાર, ફીર એક બાર એનડીએ સરકાર
આરજેડી યુવાઓને કટ્ટા આપવા માગે છે
પીએમએ સભામાં કહ્યું કે 15 વર્ષના જંગલરાજમાં અહી એક પણ હોસ્પિટલ બની ન હતી. મહાગંઠબંધનવાળા પોતાના જ પુત્રોને મંત્રી બનાવવા માગે છે અને યુવાઓને કટ્ટા આપવાની વાત કરી રહ્યા છે. બિહાર સ્ટાર્ટઅપ માગે છે, હેન્ડસઅપ નહી. આરજેડી યુવાઓને કટ્ટા આપવા માગે છે.
લોકોના તૂટી રહેલા ભરોસાને નીતિશ કુમારે બચાવ્યો
વડાપ્રધાને સભામાં કહ્યું કે કોંગ્રેસવાળા ઉદ્યોગો વિશે કંઇ જાણતા નથી. અને લોકોના તુટી રહેલા ભરોસાને નીતિશ કુમારે બચાવ્યો છે. તેમણે કહ્યું કે જંગલરાજનો મતલબ કટ્ટા, કૃરતા અને કુશાસન. જંગલરાજવાળાના ગીતોએ લોકોને કંપાવી દીધા છે.
બિહારની મહિલાઓએ એનડીએની જીત પાકી કરી નાખી
પીએમએ કહ્યું કે બિહારની મહિલાઓએ એનડીએની જીત પાકી કરી નાખી છે. તમે રંગદાર બનાવવાવાળાને જીતવા ના દેતા. વડાપ્રધાને કહ્યું કે હવે બિહારમાં ઉદ્યોગ અને રોકાણ વધારવાનો છે.