પીએમ મોદીએ ભૂતકાળની સરકાર પર પ્રહાર કર્યા હતા. પીએમ મોદીએ કહ્યુ હતુ કે, યુપીએ સરકાર દરમિયાન સાયકલ પર 17 ટકા ટેક્સ લાગતો હતો. જનતા મોંઘવારીનો બોજ રહેતા તે હમેંશા દુઃખી રહેતી હતી.
GST 2.0થી જીવન સરળઃ પીએમ
નવા GST સુધારા અંગે પીએમ મોદીએ કહ્યું કે, GST 2.0 એ જીવન સરળ બનાવ્યું છે. દેશના મધ્યમ વર્ગના લોકોને ઘણો ફાયદો થયો છે. તેનાથી ઘરના બજેટમાં સુધારો થશે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા શિક્ષકો સાથે વાતચીત કરતી વખતે પીએમ મોદીએ કહ્યું કે, GSTમાં આ પ્રકારનો સુધારો આઝાદી પછીનો સૌથી મોટો નિર્ણય છે. પીએમ મોદીએ કહ્યું કે, આ વખતે 15 ઓગસ્ટે મેં લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે ભારતને આત્મનિર્ભર બનાવવા માટે આગામી પેઢીના સુધારા કરવા ખૂબ જ મહત્વપૂર્ણ છે.
તહેવારો પહેલા પરિવાર ખુશઃ પીએમ
પીએમ મોદીએ જણાવ્યુ હતુ કે, મેં દેશવાસીઓને વચન પણ આપ્યું હતું કે આ દિવાળી અને છઠ પૂજા પહેલા ખુશીનો બેવડો પવન ફૂંકાશે. ભારત સરકારે રાજ્ય સાથે મળીને ખૂબ મોટો નિર્ણય લીધો છે. હવે GST વધુ સરળ બની છે. હવે GSTના ફક્ત બે દર છે. 5 અને 18 ટકા. GSTના નવા દર 22 સપ્ટેમ્બર એટલે કે નવરાત્રિના પહેલા દિવસથી લાગુ થશે. PM મોદીએ કહ્યું કે, 22 સપ્ટેમ્બરથી પનીરથી લઈને શેમ્પૂ સુધીની દરેક વસ્તુ સસ્તી થશે. જે પણ વચન આપવામાં આવ્યું હતું, તે પૂર્ણ થયું છે.
કૉંગ્રેસ સરકાર પર પ્રહાર
પીએમ મોદીએ વધુમાં જણાવ્યુ હતુ કે, સમય સાથે પરિવર્તન જરૂરી છે. કોંગ્રેસના શાસનમાં ટોફી પર પણ ટેક્સ હતો. કોંગ્રેસ ટોફી પર 21% ટેક્સ લેતી હતી. સામાન્ય માણસની સાયકલ પર 17% ટેક્સ હતો. કોંગ્રેસના શાસનમાં ઘર બનાવવું મુશ્કેલ હતું. કોંગ્રેસના શાસનમાં રોજિંદા વસ્તુઓ પર ભારે ટેક્સ લાદવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું કે GST સાથે ઘણા દાયકાઓનું સ્વપ્ન સાકાર થયું.













