બિહારમાં આ વખતે ઉત્સવની જેમ જનતાએ મતદાન કર્યુ છે તેમ પીએમ મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યુ હતુ.

પીએમ મોદીનું સંબોધન

તુષ્ટીકરણની રાજનીતિ કરનારાઓએ MYનો ફોર્મુલા બનાવ્યો હતો. પણ નવો MY ફોર્મુલા મળ્યો છે. અને તે છે મહિલા અને યુવાન. બિહારમાં સૌથી વધુ યુવાનો છે. પીએમે વધુમાં કહ્યુ હતુ કે, જનતાએ જંગલરાજના તુષ્ટીકરણની રાજનિતી કરતા દળોને જાકારો આપ્યો છે. હું બિહારની તમામ જનતાને નમન કરું છું. એનડીએની ટીમને શુભકામના પાઠવું છું. નીતીશ કુમારે શાનદાન નેતૃત્વ કર્યું છે. સ્વતંત્ર મતદાન એ ચૂંટણી પંચની જીત છે.

જંગલરાજને જાકારોઃ પીએમ મોદી

બિહારમાં આ વખતો જનતાએ ડર્યા વિના મતદાન કર્યુ હતુ. જ્યાં પહેલા મત પેટીઓ લૂંટવામાં આવતી હતી. ત્યાં આજે શાંતિપૂર્ણ માહોલ હતો. અને મતદાન કરવામાં આવ્યુ હતું. પહેલા એવી કોઇ ચૂંટણી ન હતી. જ્યાં ફેર મતદાન ન હોતું કરાતુ. યોગ્ય અને સુવિધાજનક માહોલ માટે ચૂંટણી પંચનો આભાર. બિહારની જનતાએ બતાવ્યુ છે કે, જુઠ્ઠા વચનો અને બનાવટી કામકાજ હમેંશા હારે છે. અને સત્યની જીત થાય છે.

ભાજપ પશ્ચિમ બંગાળમાંથી પણ જંગલરાજને ઉખાડી ફેંકશેઃ પીએમ

બિહારે બંગાળમાં ભાજપના વિજયનો રસ્તો તૈયાર કરી દીધો છે. હું બંગાળના લોકોને કહું છું કે હવે ભાજપ તમારી સાથે મળીને પશ્ચિમ બંગાળમાંથી પણ જંગલરાજને ઉખાડી ફેંકશે. ભાજપની દરેક સફળતાનો આધાર તેનો કાર્યકર્તા જ છે. આપણે મળીને એક એવું બિહાર બનાવીશું જે સમૃદ્ધ અને વિકસિત હશે. ભાજપાની તાકાત ભાજપનો કાર્યકર્તા છે. જ્યારે ભાજપનો કાર્યકર્તા ધારી લે તો કોઈ પણ લક્ષ્ય અસંભવ નથી. આજે ભાજપની દરેક સફળતાનો આધાર તેનો કાર્યકર્તા જ છે.

હું દેશ અને દુનિયાના નિવેશકોને કહીશ કે બિહાર તમારા સ્વાગત માટે તૈયાર છે: મોદી

વડાપ્રધાને કહ્યું હતુ કે, બિહારમાં આરજેડી અને કોંગ્રેસનો ઝગડો ટૂંક સમયમાં સામે આવશે. બિહારના લોકોએ જે ભરોસો અમારા પર રાખ્યો છે. તેનાથી અમારી જવાબદારી વધી ગઈ છે. હું આપને વિશ્વાસ અપાવું છું.આવનારા પાંચ વર્ષમાં બિહાર તેજ ગતીથી આગળ વધશે. બિહારમાં ઉદ્યોગો આવશે. બિહારમા રોકાણ આવશે. આ નિવેશ વધારે નોકરીઓ લાવશે. પર્યટનનો વિસ્તાર થશે. દુનિયાને બિહારનું નવું સામર્થ્ય દેખાશે. ઐતિહાસિક ધરોહરનો કાયાકલ્પ થશે. હું દેશ અને દુનિયાના નિવેશકોને કહીશ કે બિહાર તમારા સ્વાગત માટે તૈયાર છે.

કોંગ્રેસનું વધુ એક વિભાજન થાય તેવી આશંકા છે

આ કોંગ્રેસના નામદાર કોંગ્રેસને જે રસ્તે લઈ જઈ રહ્યાં છે. તે માટે નારાજગી અંદર અંદર પ્રવર્તી રહી છે. મને આશંકા છે કે હોઈ શકે કે કોંગ્રેસનું વધુ એક વિભાજન થાય. કોંગ્રેસના જે સહયોગી દળ છે તે પણ સમજી ગયા છે કે કોંગ્રેસ પોતાની નેગેટિવ પોલિટિક્સમાં સૌને એક સાથે ડૂબાવી રહી છે. કોંગ્રેસના નામદાર તળાવમાં ડૂબકીઓ લગાવે છે પણ તેઓ પણ ડૂબે છે અને બીજાને પણ ડૂબાડવાનો પ્રયાસ કરે છે.

  • Follow us on: