પીએમ મોદી આવતા અઠવાડિયે ચીન પહેલા જાપાનની મુલાકાત લેશે. 29 અને 30 ઓગસ્ટ 2025ના રોજ બે દિવસના પ્રવાસે તેઓ જાપાન યાત્રાએ જશે. આ તેમની જાપાનની આઠમી મુલાકાત હશે. પીએમ મોદીની જાપાનના પીએમ શિગેરુ ઇશિબા સાથેની તેમની પ્રથમ શિખર બેઠક હશે.


વૈશ્વિક ભાગીદારી કરાશે મજબૂત

આ મુલાકાતમાં પીએમ મોદી અને શિગેરુ ઇશિબા ભારત અને જાપાન વચ્ચે વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીની સમીક્ષા કરશે. આ સમીક્ષામાં સંરક્ષણ અને સુરક્ષા, વેપાર અને અર્થતંત્ર, ટેકનોલોજી અને નવીનતા, તેમજ મુખ્ય ક્ષેત્રોને આવરી લેવાશે. બંને નેતાઓ પ્રાદેશિક અને વૈશ્વિક મહત્વના મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે. આમાં ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સ્થિરતા અને નિયમો-આધારિત વ્યવસ્થાને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે. તેઓ 15મી ભારત-જાપાન વાર્ષિક સમિટમાં હાજરી આપશે. બંને દેશો વચ્ચે ખાસ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની આ એક મહત્વપૂર્ણ તક હશે. અને ત્યાર બાદ તેઓ ચીનની મુલાકાત લેશે. પીએમ મોદી અને ઇશિબા વચ્ચેની મુલાકાત મુંબઈ-અમદાવાદ હાઇ-સ્પીડ રેલ પ્રોજેક્ટ પર ધ્યાન કેન્દ્રિત કરશે. તે જાપાનની E10 શિંકનસેન ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યું છે. આ પ્રોજેક્ટ જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી દ્વારા પ્રાયોજિત છે અને ભારતની 'મેક ઇન ઇન્ડિયા' પહેલને પ્રોત્સાહન આપશે. બંને નેતાઓ ટેકનોલોજી ટ્રાન્સફર અને સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇન જેવા ક્ષેત્રોમાં સહયોગને વધુ ગાઢ બનાવવા પર પણ વિચાર કરશે.

આર્થિક સહયોગ વધુ ગાઢ કરાશે

પીએમ મોદી જાપાનના મિયાગી પ્રાંતની પણ મુલાકાત લેશે. જ્યાં તેઓ ઇશિબા સાથે વર્કિંગ ડિનરમાં હાજરી આપશે. આ મુલાકાત ભારત અને જાપાન વચ્ચે વિશ્વાસ અને પરસ્પર આદરને વધુ મજબૂત બનાવશે. બંને દેશો વચ્ચે આર્થિક સહયોગ પહેલાથી જ ગાઢ છે. જાપાન 2000-2024 દરમિયાન ભારતમાં $41.91 બિલિયનનું રોકાણ કરી રહ્યું છે. આ મુલાકાત દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈઓ પર લઈ જશે એટલું જ નહીં. પરંતુ પ્રાદેશિક સ્થિરતા અને વૈશ્વિક શાંતિ માટે પણ મહત્વપૂર્ણ રહેશે. આ પછી, પીએમ મોદી ચીન પહોંચશે. ચીનમાં SCO સમિટ છે.

ચીન યાત્રાનું ટાઇમટેબલ

પીએમ મોદી 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર 2025 દરમિયાન ચીનની મુલાકાત લેશે. બાદમાં તેઓ તિયાનજિનમાં SCO સમિટમાં હાજરી આપશે. સમિટ ઉપરાંત, તેઓ ઘણા નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે. ભારત 2017થી SCOનું સભ્ય છે અને 2022-23માં SCOનું અધ્યક્ષપદ સંભાળ્યું છે. અને SCOનું મુખ્ય પરિષદ 1 સપ્ટેમ્બરના રોજ યોજાશે.

  • Follow us on: